સ્પ્રે અને જપાની તેલથી સેક્સનો આનંદ ચારગણો થાય?

31 March, 2021 01:32 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારી ઉંમર ૬૨ વર્ષની છે, મને‌ જાતીય આનંદ લેવાનું મન બહુ થાય પણ મારી વાઇફને ઇચ્છા નથી હોતી,

GMD Logo

મેં હમણાં ઇન્ટરનેટ પર વાંચ્યું કે વિદેશમાં પુરુષો માટેનું નવું સ્પ્રે નીકળ્યું છે જેનાથી તેમનો જાતીય આનંદ ચારગણો વધી જાય. જપાની તેલની પણ પેપરમાં જાહેરાત આવે છે, જે જાતીય જીવનમાં આનંદ વધારવાનો દાવો કરે છે. મારી ઉંમર ૬૨ વર્ષની છે, મને‌ જાતીય આનંદ લેવાનું મન બહુ થાય પણ મારી વાઇફને ઇચ્છા નથી હોતી, શું સ્ત્રીઓ માટે આનંદ વધારવા માટેની કોઈ મેડિસિન છે, જે તેના જીવનમાં પણ સેક્સની ઇચ્છા વધારે? એ આમ તો આવી દવા લેવા માટે રાજી નથી. - માહિમના રહેવાસી

જગતમાં ક્યાંય એવી કોઈ દવા શોધાઈ નથી જેનાથી વ્યક્તિની કામેચ્છા કે પછી સેક્સની મજામાં ચારગણો વધારો થઈ જાય. આ ખુશી માત્ર અને માત્ર કલ્પના જ કરી શકે અને ક્યારેય ભૂલવું નહીં કે કલ્પના હંમેશાં વધારે રંગીન અને વાસ્તવિકતાથી જોજનો દૂર હોય છે માટે આવી કોઈ જાહેરાત વાંચ્યા પછી એને સાચી માનવી નહીં. આપણે ત્યાં સેક્સ વિશે જે અજ્ઞાન છે એનો એટલો ગેરલાભ લેવામાં આવે છે કે તમે ધારણા પણ ન રાખી હોય. આવા જે કોઈ સ્પ્રે કે તેલ આવે છે એ બધા લોકલ એરિયામાં સન્સેશન ઊભા કરી દે, જેને લીધે મનોમન એવું લાગવાનું શરૂ થઈ જાય કે આપણને વધારે મજા આવે છે. માર્કેટિંગ અને ઇમેજિનેશનનું આ સુપર્બ કૉમ્બિનેશન છે. આ પ્રકારની પ્રોડ્ક્ટ ખરીદીને વાપરવી હોય તો વાપરી શકાય, પણ એનો ઉપયોગ કરવાથી ફાયદો થશે જ એવી શક્યતા નહીંવત્ છે. સેક્સ માટે ઓશોએ બહુ સરસ વાત કહી છે. જાતીય આનંદ બે પગ વચ્ચે નહીં પણ બે કાન વચ્ચે હોય છે. તમારા વાઇફની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે. પહેલાં એનામાં એ ઉત્તેજના જગાવો અને એની માટે એને પ્રેમ આપો. પ્રેમનું નેકસ્ટ સ્ટેજ સેક્સ છે. એ સ્ટેજ પર જવા માટે તમારે પ્રેમ, લાગણીનો સહારો લેવો પડશે. સીધી મેડિસિન લઈને ઉત્તેજના લાવવી મૉરલી ગેરવાજબી છે. જે ઉંમર પર એ છે એમાં તેમનો દવા લેવાની બાબતનો પ્રતિકાર સાવ ખોટો પણ નથી.

sex and relationships life and style