વાઇફને પહેલી વારમાં સંતોષ મળતો હશે કે નહીં?

26 July, 2023 12:59 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આ જ પ્રકારનો પ્રશ્ન થોડા સમય પહેલાં પણ પુછાયો હતો અને એ સમયે પણ એ જ વાત કહેવામાં આવી હતી કે આ પ્રશ્ન ખોટી જગ્યાએ પૂછવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૧ વર્ષની છે, હું અકાઉન્ટ જનરલ ઑફિસમાં જૉબ કરતો હતો. હવે રિટાયર્ડ લાઇફ છે. આ ઉંમરે પણ મારી સેક્સ લાઇફ તંદુરસ્ત છે. મારે આપની પાસેથી જાણવું છે કે શું હું ફક્ત ગુદામૈથુન કે ફક્ત મુખમૈથુન કરું તો મારી વાઇફને સંતોષ મળે ખરો, એ ચરમસીમા પર પહોંચી જાય કે પછી એનાથી એની ઇચ્છા તો અધૂરી જ રહી જાય? બીજી વખત સેક્સ માટે મારી ઇચ્છા નથી હોતી એટલે મને આ પ્રશ્ન થાય છે, યોગ્ય માર્ગદર્શન આપશો.
ભાઈંદર

આ જ પ્રકારનો પ્રશ્ન થોડા સમય પહેલાં પણ પુછાયો હતો અને એ સમયે પણ એ જ વાત કહેવામાં આવી હતી કે આ પ્રશ્ન ખોટી જગ્યાએ પૂછવામાં આવે છે. આ પ્રશ્ન તમારે તમારી વાઇફને જ પૂછવો જોઈએ જેથી સાચી વાતની ખબર પડી શકે. ઘણી વખત સ્ત્રીઓ માત્ર મુખમૈથુન કે ગુદામૈથુનથી સંતોષનો અનુભવ કરતી હોય છે, પણ આ ઘણી વખતમાં કોનો સમાવેશ થાય એ કોઈ નથી જાણતું એટલે બહેતર એ જ છે કે આ પ્રશ્નનો જવાબ તે જ આપે અને એ મુજબ તમે તમારી સેક્સ લાઇફનું પ્લાનિંગ કરો.
સેક્સ એક એવો વિષય છે કે જેમાં વાત થાય તો અનેક પ્રશ્નોનું નિરાકરણ આવી જાય, પણ આપણે ત્યાં એક જ બેડ પર સાથે સૂતાં લોકો પણ આ વિષય પર વાત કરવામાં સંકોચ અનુભવે છે. આ જે સંકોચ છે એ શરમનો જ એક ભાગ છે. એવું માનવામાં આવે કે સેક્સ કરી શકાય, પણ સેક્સની વાત ન થઈ શકે. અફસોસ થાય છે કે આ માનસિકતા તોડવાનો પ્રયાસ મોટા ભાગના લોકો કરતા નથી, જેનો મોટા ભાગે ભોગ પણ મહિલાઓએ જ બનવું પડે છે. સેક્સ લાઇફની સમસ્યાને લગતા જેટલા પણ પ્રશ્નો આવે છે એના મૂળમાં એક જ વાત જાણવા મળે છે કે મોટા ભાગની પત્નીઓને ચરમસીમા પર લઈ જવાનું કામ પુરુષો કરતા નથી, એ પોતાના આનંદ સુધી જ સીમિત રહે છે. તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન અને તમારી ઉંમરને જોતાં તમને પ્રતિપ્રશ્ન કરવો પડે કે આટલાં વર્ષો સુધી તમારા મનમાં આ પ્રશ્ન કેમ ન આવ્યો?
તમારા પ્રશ્નનો જવાબ અહીંથી નહીં, તમારી વાઇફ પાસેથી જ મળશે. સંકોચ કાઢીને એને પૂછી લો.

sex and relationships life and style gujarati mid-day