માસ્ટરબેશનને લીધે પેનિસ જમણી બાજુએ વળેલી રહે છે

07 June, 2021 11:25 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કોઈ વ્યક્તિલનું પેનિસ કાટખૂણે એટલે કે સ્ટ્રેઇટ નથી હોતું

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર બાવીસ વર્ષની છે અને હું છેલ્લાં પાંચેક વર્ષથી માસ્ટરબેટ કરું છું. મને એક પ્રૉબ્લેમ છે. મારું પેનિસ જમણી બાજુએ વળેલું રહે છે. મને ડર છે કે મારા મૅરેજ સમયે મને સેક્સમાં પ્રૉબ્લેમ થશે. બીજું, મારાં જમણી બાજુનો વૃષણ થોડો મોટો થયો હોય એવું લાગે, જાણે કે એમાં કંઈ ભરાઈ ગયું હોય એમ એ ફૂલી ગયો છે. એને થોડો દબાવવામાં આવે ત્યારે ત્યાં થોડું પેઇન થાય છે. એને દબાવતાં અંદરનું પ્રવાહી નીકળી ગયું હોય એમ એ થોડી ક્ષણ માટે નાનો થઈ જાય છે. આનો ઉપાય શું?

મલાડના રહેવાસી

તમારા બે સવાલ છે. પેનિસ જમણી બાજુએ વળેલું રહે છે અને વૃષણ મોટો થઈ ગયો છે. પહેલાં જવાબ પેનિસનો આપી દઉં.

જ્યારે પેનિસ ઇરેક્ટ થાય ત્યારે એ સહેજ ડાબે કે જમણે જ હોય. કોઈ વ્યક્તિલનું પેનિસ કાટખૂણે એટલે કે સ્ટ્રેઇટ નથી હોતું. જો એવું તમે ફોટોમાં જોયું હોય તો એ ફોટોજેનિક ટ્રીકનું પરિણામ છે, બાકી જગતભરના પેનિસ હંમેશાં સહેજ ડાબે કે જમણે જ રહે. પેનિસ થોડું ડાબે કે જમણે હોય તો એનાથી સેક્સ વખતે કોઈ જાતનો પ્રૉબ્લેમ નથી થતો એટલે એવી કોઈ બીક રાખવાની જરૂર નથી. સરળતા માટે સમજાવું કે તમારે ઘરમાં દાખલ થવાનું છે, એવા સમયે તમે જમણી સાઇડથી દાખલ થાઓ છો કે ડાબી બાજુથી એ મહત્ત્વનું નથી. દાખલ થવું મહત્ત્વનું છે અને એટલું જ યાદ રાખવાનું હોય છે. એવું પણ મનમાં નહીં રાખો કે આવું થવાનું કારણ માસ્ટરબેશન છે. ના, આ નૉર્મલ છે અને માસ્ટરબેશન પણ નૉર્મલ છે.

બીજો જવાબ ઃ તમારો એક વૃષણ મોટો થઈ ગયો હોય તો ઘણી વાર આ તકલીફ અજાણ્યા મારના કારણે થઈ હોઈ શકે છે. મારને લીધે ઘણી વાર એની બહારના આવરણમાં થોડું પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાને પુરુષાતન કે કામેચ્છા સાથે કોઈ સંબંધ નથી. બહુ તકલીફ ન હોય તો સમય જતાં આપમેળે પહેલાંની સ્થિતિ પર એ આવી જાય, છતાં જો દુખાવો અસહ્ય રહે કે એ ભાગ ખૂબ જ વધી જાય તો ડૉક્ટરને મળી સલાહ લઈ લેવી.

columnists