ચેસ્ટ સાવ ફ્લૅટ છે, બ્રેસ્ટ મોટી કરવા માટે શું કરું?

15 June, 2021 10:30 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ફ્લૅટ ચેસ્ટ ધરાવતી છોકરી ઉત્તેજિત પણ ઝડપથી થતી હોય છે જે સેક્સ્યુઅલ લાઇફ માટે બહુ સારી વાત કહેવાય

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૪ વર્ષની છે, હું કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરું છું. મારી ચેસ્ટનો ભાગ સામાન્ય છોકરાઓને હોય એ પ્રકારનો મોટા ભાગે સ્ટ્રેઇટ કહેવાય એવો છે. પહેલાં મને એનો કોઈ સંકોચ નહોતો થતો, પણ હવે જ્યારે જૉબ કરું છું ત્યારે બીજાની કમ્પેરિઝનમાં મને ફ્લૅટ બ્રેસ્ટને લીધે થોડી શરમ આવે છે. ઑફિસ જતાં પહેલાં જે વાત મારા ધ્યાનમાં નથી હોતી એ વાત ઑફિસ પ્રિમાઇસીસમાં ગયા પછી મારા પર રીતસર પ્રેશર ઊભું કરી દે છે. મને એવું લાગે છે કે ઑફિસમાં બધા બીજી છોકરી સામે એના બ્રેસ્ટના કારણે જુએ છે અને મને ફ્લૅટ બ્રેસ્ટના કારણે ઇગ્નોર કરે છે. બ્રેસ્ટ ડેવલપ કરવા માટે હું શું કરું?

ચર્ની રોડનાં રહેવાસી

તમારા જેવો પ્રોબ્લેમ આજે દસમાંથી ચાર છોકરીઓને છે. કમ્પેરિઝન હંમેશાં દુખી કરે, હેરાન કરે એટલે પહેલાં તો જાતને બીજાઓની સાથે સરખાવવાની બંધ કરી દો. વાત સાચી છે અને સાયકૉલૉજિકલી પુરવાર પણ થઈ છે કે બ્રેસ્ટનો ઉભાર પુરુષોનું ધ્યાન પહેલાં ખેંચે અને પુરુષ પણ ભરાવદાર બ્રેસ્ટ ધરાવતી છોકરી તરફ વધારે એટ્રેક્ટ થાય, પણ એનો અર્થ એવો નથી કે અલ્પવિક્સિત બ્રેસ્ટને લીધે કામેચ્છામાં ઘટાડો થાય. ઊલટું અલ્પવિક્સિત બ્રેસ્ટને લીધે સેક્સ્યુઅલ સેન્સેશન વધારે તીવ્રતાથી અનુભવી શકાતાં હોય છે. ફ્લૅટ ચેસ્ટ ધરાવતી છોકરી ઉત્તેજિત પણ ઝડપથી થતી હોય છે જે સેક્સ્યુઅલ લાઇફ માટે બહુ સારી વાત કહેવાય.

માત્ર ફ્લૅટ ચેસ્ટ એ જ તમારો પ્રશ્ન હોય તો તમને કહેવાનું કે એ તમારા મનમાં ઘર કરી ગયેલી દેખાદેખીની વાત છે, એને તમે ફોકસ નહીં કરો. બ્રેસ્ટની સાઇઝ વધારવા માટે સર્જરી છે પણ એવું બ્યુટિફિકેશન ન કરાવો એ હિતાવહ છે. બહેતર છે કે તમે એવા કૉસ્ચ્યુમ પહેરો, એવા અન્ડરગાર્મેન્ટ્સ પહેરો કે જેને લીધે તમારી બ્રેસ્ટનો ઉભાર દેખાય. હવે એવા પેડ સાથેના અન્ડરગાર્મેન્ટ્સ પણ આવે છે. કૃત્રિમ બ્રેસ્ટ માત્ર તમને આત્મસંતોષ આપશે, પણ તમારા જીવનસાથી કે સેક્સ-પાર્ટનર થોડા સમયમાં એ આર્ટિફિશ્યલ બ્રેસ્ટથી ત્રસ્ત થઈ જશે.

columnists