18 July, 2023 09:32 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મારી એજ ૨૨ વર્ષ છે. હજી મૅરેજ નથી થયાં, પણ છોકરો નક્કી છે અને મૅરેજ ડિસેમ્બરમાં એકસાથે થવાનાં છે. એક વાત પર્સનલ લેવલ પર જાણવી જરૂરી છે, જેને લીધે મનમાં મૂંઝવણ બહુ રહ્યા કરે છે. અમને બન્નેને સેક્સના અલગ-અલગ પ્રકારો ગમે છે, પણ મારે જાણવું એ છે કે ઓરલ સેક્સ સમયે જો સ્ત્રી સ્પર્મ ગળી જાય તો પ્રેગ્નન્સીનો પ્રશ્ન રહે કે નહીં? આવું મેં એક ચાઇનીઝ ફિલ્મમાં જોયું હતું એટલે મારે કન્ફર્મ કરવું છે. ઓરલ સેક્સ સમયે અમે બન્ને એ ક્રિયા સાથે કરીએ તો એનાથી મારા હસબન્ડને એઇડ્સ કે ઇન્ફેક્શન થઈ શકે? - મલાડ
ઓરલ સેક્સ દરમ્યાન જો સ્પર્મ ગળી જવામાં આવે તો એનાથી સ્ત્રીને પ્રેગ્નન્સી રહેવાની કોઈ સંભાવના રહેતી નથી. બહુ બેઝિક બાયોલૉજી છે આ. સ્પર્મ અને સ્ત્રીબીજને મળવાનો કોઈ ડાયરેક્ટ રસ્તો છે જ નહીં. શરીરમાં જે-જે રસ્તાઓ ખુલ્લા છે ત્યાં બધે જ નો એન્ટ્રી છે એટલે એ બાબતમાં જરા પણ ગંભીર થવાની જરૂર નથી. એક અંગત ઍડ્વાઇઝ. ફિલ્મો જુઓ, પણ વાહિયાત અને હકીકતથી જોજનો દૂર કહેવાય એવી વાતો દર્શાવતી હોય એવી ફિલ્મ જોવાનું છોડી દો એ તમારા હિતમાં છે. સેક્સની બાબતમાં સત્ય કરતાં પણ ભ્રમણા વધારે જોખમી હોય છે એટલે જો લગ્નજીવનને દુખી ન કરવું હોય તો બહેતર છે કે સેક્સ એજ્યુકેશન સંબંધિત કંઈ વાંચવાની કોશિશ કરો, જેથી મનમાં આવી ખોટી વાતો દાખલ થવાનું બંધ થાય. આપણે ત્યાં પૉર્નોગ્રાફી હવે સરળતાથી મળે છે, પણ એ જુગુપ્સા જન્માવે એવી અને ખોટી ઇન્ફર્મેશન આપનારી છે એટલે એનાથી અંતર રાખવું.
પરસ્પર ઓરલ સેક્સની ક્રિયાને વાત્સ્યાયને કાકિલ તરીકે વર્ણવી છે તો અંગ્રેજીમાં એને 69 પોઝિશન કહે છે. જો સ્ત્રી અને પુરુષ મલ્ટિપલ પાર્ટનર્સ ધરાવતાં હોય તો આ પોઝિશન હિતાવહ નથી. જો સ્ત્રી કે પુરુષને એચઆઇવી હોય અને એનું દ્રવ્ય જો પુરુષના મુખ દ્વારા શરીરમાં જાય તો એઇડ્સ કે ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે એટલે જો તમે તમારા પાર્ટનરને બરાબર ન ઓળખતાં હો કે તે અજાણ્યો હોય તો તેની સાથે કોઈ પણ પ્રકારનો સેક્સ-સંબંધ સેફ્ટીના ઉપયોગ વિના બાંધવો નહીં. ઓરલ સેક્સ પણ કૉન્ડોમ સાથે જ કરવું જોઈએ, જે હવે માર્કેટમાં અવેલેબલ છે.