બૉયફ્રેન્ડનું પેનિસ મોટું છે, બહુ પેઇન થાય છે, શું કરવું?

09 November, 2021 12:16 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સાચી વાત, પ્રાઇવેટ પાર્ટ્સની સાઇઝ જોઈને રિલેશન શરૂ ન થતા હોય અને અરેન્જ મૅરેજમાં તો એ શક્ય જ નથી. એકચ્યુઅલી, તમારો જે સવાલ છે એ મને ક્યાંક ને ક્યાંક બિનઅનુભવી લોકોના સવાલ જેવો લાગે છે

પ્રતીકાત્મક તસવીર

હું કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરું છું. મારી એજ ૨૪ વર્ષ છે. બે વર્ષથી મારે એક બૉયફ્રેન્ડ છે. ફ્રેન્ડ તો લાંબા સમયથી હતો અને લિપ-લૉકની રિલેશનશિપ પણ હતી, પણ ફિઝિકલ હમણાં થોડા વધુ નજીક આવ્યા. એકાદ મહિના પહેલાં પહેલી વાર અમે વધારે છૂટ લીધી. પહેલાં તો અમે ઉપર-ઉપરથી જ પ્રાઇવેટ પાર્ટ્સને ફીલ કર્યાં. મારા માટે આ પહેલો એક્સ્પીરિયન્સ હતો. મેં જેવા મારા બૉયફ્રેન્ડના પ્રાઇવેટ પાર્ટને ટચ કર્યો કે તરત હું બૅકફૂટ થઈ ગઈ. તેને એવું લાગ્યું કે મને શરમ આવી, પણ રિયલીમાં હું પેનિસની સાઇઝથી ડરી ગયેલી. એ પછી બે વીક પહેલાં અમે ફિઝિકલ ઇન્ટરકોર્સ કરવાની કોશિશ કરી, પણ મને પેનિટ્રેશન વખતે ખૂબ પેઇન થયું. મને લાગે છે કે તેનું પેનિસ બહુ મોટું હોવાથી આ પ્રૉબ્લેમ થાય છે. મારી વજાઇના બહુ નાની છે, પણ પેનિસની સાઇઝ જોઈને તો ફ્રેન્ડશિપ ન થઈ હોયને, હું શું કરું?

જોગેશ્વરીના રહેવાસી

સાચી વાત, પ્રાઇવેટ પાર્ટ્સની સાઇઝ જોઈને રિલેશન શરૂ ન થતા હોય અને અરેન્જ મૅરેજમાં તો એ શક્ય જ નથી. એકચ્યુઅલી, તમારો જે સવાલ છે એ મને ક્યાંક ને ક્યાંક બિનઅનુભવી લોકોના સવાલ જેવો લાગે છે. તમે સ્વીકાર્યું કે આ તમારો પહેલો અનુભવ છે એટલે મારી વાતને તથ્ય પણ મળે છે. જેમ છોકરાઓને છોકરીઓનું બાયોલૉજિકલ નૉલેજ બહુ નથી હોતું એવી જ રીતે છોકરીઓને પણ છોકરાઓનાં અંગો અને એની કામગીરી બાબતે અધકચરું જ્ઞાન હોય એવું બની શકે. તમે પેનિસની સાઇઝ જોઈને ડરો નહીં અને તમારા મનમાં એક વાત બરાબર ફિક્સ કરો કે વજાઇનામાં એ કૅપેસિટી છે કે તે કોઈ પણ સાઇઝના પેનિસનું પેનિટ્રેશન પ્રૉપર લે. જરા વિચારો, નૉર્મલ ડિલિવરીમાં બાળકનું આખું માથું વજાઇનામાંથી બહાર નીકળે છેને, તો પેનિસ ગમે એટલું મોટું હોય એ જગ્યા કરી જ આપશે પણ હા, આ જગ્યા પેઇનલેસ હોય એ જરૂરી છે. પેનિટ્રેશન દરમ્યાન લુબ્રિકેશન હોય એ અનિવાર્ય છે. પહેલી વારના પેનિટ્રેશનમાં જો પૂરતું લુબ્રિકેશન ન હોય તો પીડા થાય એ પણ સ્વાભાવિક છે માટે પેનિટ્રેશન પહેલાં ફોરપ્લે પર ધ્યાન આપો.

sex and relationships columnists