WhatsAppનો ઉપયોગ કરીને જીતો રૂ.1.8 કરોડનું ઈનામ

10 February, 2019 01:30 PM IST  | 

WhatsAppનો ઉપયોગ કરીને જીતો રૂ.1.8 કરોડનું ઈનામ

પ્રતીકાત્મક તસવીર

આમ તો વ્હોટ્સએપનો ઉપયોગ મોટા ભાગે વાતચીત કરવા થાય છે. કેટલાક લોકો તેને ટાઈમ પાસ કે ટાઈમ બગાડનાર પણ કહે છે. પણ, વ્હોટ્સએપ દ્વારા તમે હવે કરોડપતિ બની શકો છો. જી હાં, વ્હોટ્સ એપ એક અવી તક લાવ્યું છે જેનાથી તમે 1.8 કરોડ રૂપિયા જીતી શકો છો. એટલે કે ફક્ત ચેટિંગ નહીં વ્હોટ્સ એપ તમને કરોડપતિ બનાવી શકે છે.

કેવી રીતે જીતી શકાય ઈનામ ?

WhatsAppએ પોતાના આ મેસેજિંગ સર્વિસને ફક્ત ચેટિંગ સુધી જ મર્યાદિત નથી રાખ્યા. આ સેવાનો ઉપયોગ બિઝનેસ કમ્યુનિકેશન કરવા માટે કરી શકાય છે. WhatsAppએ એક બિઝનેસ એપ લૉન્ચ કરી છે. આ બિઝનેસ એપમાં જુદા જુદા બિઝનેસ ટૂલ્સ હાજર છે, જેના ઉપયોગ કરીને તમે તમારા બિઝનેસને વિક્સાવી શકો છો.

આ છે કોમ્પિટિશન

WhatsAppએ ભારતીય યૂઝર્સ માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયા WhatsApp ગ્રાન્ડ ચેલેન્જનું આયોજન કર્યું છે. આ કોન્ટેસ્ટનો હેતુ છે ભારતમાં સ્ટાર્ટઅપની સાથે ઈન્ડસ્ટ્રી ક્ષેત્રનો વિકાસ. આ કોન્ટેસ્ટના ટૉપ 5 વિજેતાને ઈનામ રૂપે કુલ 1.8 કરોડ રૂપિયા અપાશે.

રજિસ્ટ્રેશનની છેલ્લી ડેટ

WhatsAppએ તાજેતરમાં એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું, 'નવીનતમ વિચારો અને વ્યવસાય મોડેલ્સ સાથેના ઉદ્યોગસાહસિકો જે ભારતમાં સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ કરે છે અને મોટા પાયા પર સામાજિક-આર્થિક પ્રભાવ અસર કરે છે તેઓ કોન્ટેસ્ટ માટે અપ્લાય કરી શકે છે.' આ કોન્ટેસ્ટ માટે તમે 10 માર્ચ 2019 સુધી રજિસ્ટ્રેશન કરી શકો છો.

આ છે પસંદગીની પ્રક્રિયા

આ કોન્ટેસ્ટમાં ભાગ લેનારા સ્પર્ધકનું મૂલ્યાંક આયોજન સમિતિ દ્વારા કરવામાં આવશે.

પસંદ કરાયેલી અરજીમાંથી 30 બેસ્ટ આઈડિયાઝને આગામી લિસ્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે

બીજા રાઉન્ડમાં એને ટૉપ-10 આઈડિયાઝ સિલેક્ટ કરાશે.

આ પણ વાંચો : હેકર્સ વોટ્સએપ કિડનેપ સ્કેમ દ્વારા છીનવી શકે છે તમારા પૈસા

અંતિમ રાઉન્ડમાં ટૉપ-5 વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. જેને 50 હજાર અમેરિકી ડૉલર (લગભગ 35.6 લાખ રૂપિયા) ઈનામ રૂપે આપવામાં આવશે. પાંચ વિજેતાઓને કુલ મળીને લગભગ 1.8 કરોડ રૂપિયા આપવામાં આવશે.

tech news