આ યુઝર્સના એકાઉન્ટ ડિલીટ કરી રહ્યું છે WhatsApp, થઈ જાઓ ALERT

17 February, 2019 06:21 PM IST  | 

આ યુઝર્સના એકાઉન્ટ ડિલીટ કરી રહ્યું છે WhatsApp, થઈ જાઓ ALERT

પ્રતીકાત્મક તસવીર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર દર મહિને 20 લાખ એકાઉન્ડ ડિલીટ કરી રહી છે. આ નિર્ણય ફેક ન્યૂઝની સમસ્યા પર નિયંત્રણ લગાવવા માટે કર્યો છે. વૉટ્સએપે એકાઉન્ટ ડિલીટ કરવાની જાણકારી એક વ્હાઈટ પેપર દ્વારા આપી છે.

ઉપરાંત કંપનીએ તેના યુઝર્સને પણ આવા એકાઉન્ટ્સની માહિતી આપવા વિંનતી કરી છે. વૉટ્સએપ મશીનની મદદથી શંકાસ્પદ એકાઉન્ટની ઓળખ કરી તેને ડિલીટ કરી રહી છે.

આ પણ વાંચો : WhatsAppનો ઉપયોગ કરીને જીતો રૂ.1.8 કરોડનું ઈનામ

ફોર્બ્સના એક અહેવાલ મુજબ, શંકાસ્પદ ગતિવિધિમાં શામેલ એકાઉન્ટ્સમાંથી લગભગ 95 ટકા ડિલીટ કરવામાં આવ્યા છે. વૉટ્સએપના એક પ્રવક્તાએ તેના નિવેદનમાં કહ્યું કે જાણવાં મળ્યું છે કે કેટલાક લોકો વૉટ્સએપનો ખોટી રીતે ઉપયોગ કરવા માંગે છે. જ્યારે કેટલાક યુઝર્સ તો ક્લિક બેટ લિંક્સ પણ શેર કરવા માંગે છે. જે યુઝર્સની ખાનગી માહિતીઓ ટ્રેક કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. કેટલાક લોકો વૉટ્સએપના માધ્યમથી તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માંગે છે અને એજ કારણ છે કે કંપની એવા શંકાસ્પદ એકાઉન્ટને ટ્રેક કરી ડિલીટ કરવાનું કામ શરૂ કર્યું છે.

tech news