Whats App ભારતમાં પેમેન્ટ એપ શરૂ કરી શકે છે, દેશમાં 40 કરોડ યુઝર્સ

25 July, 2019 10:00 PM IST  |  Mumbai

Whats App ભારતમાં પેમેન્ટ એપ શરૂ કરી શકે છે, દેશમાં 40 કરોડ યુઝર્સ

Mumbai : વિશ્વભરમાં અને સાથે ભારતમાં સૌથી લોકપ્રિય મેસેજીંગ એપ હોય તો તે વોટ્સએપ છે. આ વોટ્સએપને લઇને એક સારા સમાચાર આવી રહ્યા છે. વોટ્સએપના ગ્લોબલ હેડ વિલ કેથકાર્ટે જણાવ્યું હતું કે વોટ્સએપ આ વર્ષે ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરી શકે છે. ભારતની મુલાકાતે આવેલા કેથકાર્ટે ગુરૂવારે એક ઈવેન્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમનું કહેવું છે કે, વૉટ્સએપ ફંડ ટ્રાન્સફરને પણ એક મેસેજ મોકલવા જેટલું જ સરળ બનાવવા માગે છે. વૉટ્સએપ ગત વર્ષથી અંદાજે 10 લાખ યુઝર્સ સાથે પેમેન્ટ સર્વિસનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. ભારતમાં વૉટ્સએપના 40 કરોડ યુઝર્સ છે.


વૉટ્સએપનું પેમેન્ટ પ્લેટફોર્મ સુરક્ષિત નહીં હોવાના આરોપો લાગ્યા હતા
પેમેન્ટ સર્વિસમાં વૉટ્સએપની સ્પર્ધા ભારતમાં પેટીએમ, ફોન પે, ગૂગલ પે જેવી કંપનીઓ સાથે થવાની છે. ફેસબુક ગ્રૃપની કંપની વૉટ્સએપ વિશ્વભરમાં 150 કરોડ યુઝર ધરાવે છે. કંપની ભારત સિવાય અન્ય માર્કેટમાં પણ પેમેન્ટ સર્વિસ શરૂ કરવાનું વિચારી રહી છે.વૉટ્સએપને ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માટે ઓથેન્ટિકેશન અને ડેટા સ્ટોરેજ જેવી ચેલેન્જ પાર પાડવી પડશે. તેની હરિફ કંપનીઓ એવો પણ આરોપ લગાવી ચૂકી છે કે, વૉટ્સએપનું પેમેન્ટ પ્લેટફોર્મ યુઝર્સ માટે જોખમી છે અને આર્થિક વ્યવહારો માટેના નિયમો અનુસાર પણ નથી.


આ પણ જુઓ : મમતા આચાર્યઃઆ ગુજરાતી ડિમ્પલ ગર્લ ટિકટોક પર છે સુપરહિટ

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં વૉટ્સએપે કહ્યું હતું કે, આરબીઆઈના નિયમો મુજબ પેમેન્ટ સંબંધિત ડેટા સ્ટોર કરવા માટે સિસ્ટમ તૈયાર કરી લીધી છે. આ વર્ષે મે મહિનામાં કંપનીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, જુલાઈ સુધી પેમેન્ટ સર્વિસની ટ્રાયલ સમાપ્ત થઈ જશે. આરબીઆઈના નિયમોનું પાલન કર્યા વિના પેમેન્ટ સર્વિસ લોન્ચ નહીં કરે.

technology news business news