આ 33 પોપ્યુલર એન્ડ્રોઈડ એપ્સ સ્માર્ટ ફોન માટે છે ખતરનાક, કરો ડિલીટ

19 August, 2019 04:50 PM IST  |  મુંબઈ

આ 33 પોપ્યુલર એન્ડ્રોઈડ એપ્સ સ્માર્ટ ફોન માટે છે ખતરનાક, કરો ડિલીટ

એન્ડ્રોઈડની વાઈરસ અફેક્ટેડ એપ્સને લઈને લગભગ દર અઠવાડિયે કોઈના કોઈ રિપોર્ટ આવતો રહે છે. આ રિપોર્ટ્સ સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ્સ દ્વારા જાહેર કરવામાં આવે છે. Dr. Webનો આવો જ એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં 33 ખતરનાક એપ્સ વિશે માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટસમાં એ એપ્સ વિશે માહિતી આપવામાં આવી છે, જેનાથી યુઝર્સે બચવું જોઈએ. તમે આ એપ્સના નામ જાણીને ચોંકી શકો છો. કારણ કે તેમાં ઘણી જાણીતી એપ્સ સામેલ છે.

આ લિસ્ટમાં સૌથી મોટી ઈન્ફેક્ટેડ એપ Ixigo Trains છે, જેને 50 મિલિયનથી વધુ લોકોએ ઈન્સ્ટોલ કરી છે. આ એપ ભારતમાં ખૂબ જ પોપ્યુલર છે. તેમાં અભ્યાસ, GPS, નેવિગેશન અને લોકેશન અંગેની એપ્સ પણ સામેલ છે. તમે કદાચ જ જાણતા હશો કે Dr Webએ આ એપ્સને ખતરનાક કેમ ગણાવી છે. આ કંપની સિક્યોરિટી એપ્સ બનાવે છે. આ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે Dr Webએ આ પાયાની 333 એપ્સને Android.Click.312.origin સાથે ઈન્ફેક્ટેડ હોવાનો ખુલાસો કર્યો છે.


Android.Click.312.origin સાથે આવનારી એપ્સનું લિસ્ટ (Dr Web પ્રમાણે)

-- Ixigo Train

-- GPS Fix

-- Webcams

-- Bombuj

-- Social Studies (a Russian app)

-- 1300 Math Formulas Mega Pack

-- Sikh World - Nitnem & Live Gurbani Radio

-- OK Google Voice Commands (Guide)

-- Ramadan Times: Azan, Prayer Times & Qibla

-- Prayer Times: Azan, Quran, Qibla Compass

-- Al Quran Mp3 - 50 Reciters & Translation Audio

-- Full Quran MP3 - 50+ Audio Translation & Languages

-- Qibla Compass - Prayer Times, Quran, Kalma, Azan

-- Muslim Prayer Times & Qibla Compass

-- GPS Route Finder

-- Who deleted me?

-- Who unfriended me?

-- Notepad - Text Editor PRO

-- Notepad - Text Editor PRO (different APK)

-- Power VPN Free VPN for Android

-- Video to MP3 Converter, RINGTONE Maker, MP3 Cutter

-- Remove Unwanted Object

-- GPS Speedometer PRO

-- GPS Speedometer

-- PDF Viewer

ADVERTISEMENT

-- Route Finder

-- Pedometer Step Counter

-- EMI Calculator - Loan & Finance Planner

-- English Urdu Dictionary

-- Cricket Mazza Live Line

-- ai.type keyboard Plus + Emoji

-- QR Code Reader

-- QR & Barcode Scanner
કંપનીએ લખ્યું છે કે,'Android.Click.312.origin એક પ્રકારનું ટ્રોજન મોડ્યુલ છે. તેને ડેવલપર્સે એન્ડ્રોઈડ એપ્સમાં એમ્બેડ કરે છે. આ સૌથી પહેલા Google Play પર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતા સોફ્ટવેરમાં દેખાઈ હતી.

આ પણ વાંચોઃ WhatsAppમાં આ રીતે એક્ટિવેટ કરો ફિન્ગરપ્રિન્ટ લૉક ફીચર

Android.Click.312.origin છેલ્લા યુઝરના ફોન વિશે શું શું માહિતી મોકલે છે ?

આનાથી યુઝરનાના ફોનનું મોડેલ, ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન, સિસ્ટમ લેંગ્વેજ, યુઝર કયા દેશનો છે, ઈન્ટરનેટ કનેક્શન ટાઈપ, સ્ક્રીન ડિટેઈલ્સ, ટાઈમ ઝોન અને એ એપ્સનો ડેટા જેમાં ટ્રોજનની હાજરી છે, તેવી માહિતી પાસ કરે છે. Dr Webએ એ પણ ખુલાસો કર્યો છે કે ટ્રોજન એ પણ મોનિટર કરે છે કે યુઝર્સ કઈ એપ ઈન્સ્ટોલ કરી રહ્યો છે અને તે ડિટેઈલ્સ કમાન્ડ સર્વરને મોકલે છે.

life and style tech news