Twitter કરશે વેક્સિન વિશે ખોટી સૂચના ફેલાવતા ટ્વિટ્સ વિરૂદ્ધ કાર્યવાહી

02 March, 2021 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Twitter કરશે વેક્સિન વિશે ખોટી સૂચના ફેલાવતા ટ્વિટ્સ વિરૂદ્ધ કાર્યવાહી

પ્રતીકાત્મક તસવીર

કોવિડ 19 રસીનો બીજો તબક્કો દેશમાં શરૂ થયો છે, પરંતુ કેટલાક લોકો હજી પણ સોશિયલ મીડિયા પર રસી વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં માઈક્રો બ્લોગિંગ સાઈટ Twitterએ આ અંગે કડક પગલું ભર્યું છે અને આવા ટ્વિટ્સને લેબલ કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં કોવિડ 19 વેક્સિન વિશે ભ્રામક જાણકારી આપવામાં આવી રહી છે. કંપનીનું કહેવું છે કે નિયમોનું ઉલ્લંઘન કરતા અકાઉન્ટસને હટાવવા માટે સ્ટ્રાઈક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીઓ કહ્યું કે તે માનવા માટે માનવીય સમીક્ષાકારોનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધું છે કે શું ટ્વિટ્સ COVID વેક્સિન ખોટી સૂચના વિરૂદ્ધ તેમની નીતિનું ઉલ્લંઘન કરે છે?

કોવિડ 19થી સંબંધિત ભ્રામક મેસિજિસ વિરૂદ્ધ Twitter આની પહેલા પણ કડક પગલા લીધા છે. Twitterએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કોવિડને લગતી ખોટી માહિતી પર પ્રતિબંધ લગાવ્યો હતો. વાયરસ કેવી રીતે ફેલાય છે તે વિશે કયા ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે, શું માસ્ક અસરકારકથી થાય છે અને સંક્રમણ અને મૃત્યુનું જોખમ વધારે છે. તેમ જ હવે Twitterએ પોતાના બ્લૉગ પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે સ્ટ્રાઈક સિસ્ટમનો ઉપયોગ કરીને અમે લોકોને શિક્ષિત બનાવવાની આશા રાખીએ છીએ. જેથી આપણે જાણી શકીએ કે કેટલાક કન્ટેન્ટ અમારા નિયમોને કેમ તોડે છે. એના માટે તેમની પાસે સાર્વજનિક વાતચીત પર તેમનો વ્યવહાર અને તેના પ્રભાવ પર વિચાર કરવાનો અવસર છે.

ખાસ વાત છે કે Twitter દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી હેઠળ ઉલ્લંઘન કરનાક લોકો કોઈપણ પ્રકારની કાર્યવાહી જોઈ શકશે નહીં. બે સ્ટ્રાઈકથી એક અકાઉન્ટ 12 કલાક માટે લૉક રહેશે. પાંચ કે તેનાથી વધારે ટ્વિટરથી એક યૂઝર્સને સ્થાયીરૂપથી પ્રતિબંધિત કરવામાં આવશે. ગયા વર્ષે ફેસબુકે પણ વેક્સિનની ખોટી માહિતી સામે કાર્યવાહી કરી હતી. ગયા મહિને Facebookએ એક વિસ્તૃત નીતિની ઘોષણા કરી હતી, જેમાં કોવિડ 19 જ નહીં પરંતુ તમામ વેક્સિન સામેલ છે.

tech news technology news twitter coronavirus covid19