હવે ઈન્ટરનેટ વગર પણ ચાલી શકશે Whatsapp, જાણો કેવી રીતે

29 July, 2019 03:04 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

હવે ઈન્ટરનેટ વગર પણ ચાલી શકશે Whatsapp, જાણો કેવી રીતે

હવે ઈન્ટરનેટ વગર પણ ચાલી શકશે Whatsapp

Whatsappએ 2015માં Whatsapp Web રિલીઝ કર્યું હતું. જો કે, Whatsapp Webને ચલાવવા માટે યૂઝર્સને પણ પોતાના સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ કનેક્શનની જરૂર હોય છે. ઈન્ટરનેટ કનેક્શનની સાથે સાથે યૂઝર્સે પોતાનો સ્માર્ટ ફોન લેપટોપ કે પર્સનલ કોમ્પ્યૂટરની રેન્જમાં પણ રાખવાનું હોય છે, પરંતુ જલ્દી જ તેમાં ફેરફાર થઈ શકે છે. Whatsapp પોતાના પ્લેટફોર્મ પર મલ્ટી-પ્લેટફોર્મ સપોર્ટ એડ કરવાનું છે.

મહત્વનું છે કે Whatsapp યૂઝર્સ પોતાના અકાઉન્ટને જલ્દી એક કરતા વધારે ડિવાઈસીસ પર ઉપયોગ કરી શકેશ. સરળ શબ્દોમાં સહીએ તો જો તમે તમારા આઈફોન પર પોતાનું અકાઉન્ટ એક્સેસ કરી રહ્યો છો, તો તમે એ અકાઉન્ટ આઈપેડ અને પોતાનો લેપટોપ પર પણ યૂઝ કરી શકશો. આ સિસ્ટમની ખાસ વાત એ છે કે Whatsapp Webથી અલગ, તેમાં તમને એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં હોય. આ નવા મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટમમાં યૂઝર્સને સ્માર્ટફોન કે કોઈ પ્રાઈમરી ડિવાઈસિસની જરૂર નહીં હોય. તેનો મતલબ એ છે કે સિસ્ટમ આવ્યા બાદ જો તમારો ફોન સ્વિચ ઑફ હશે તો પણ તમને તેનો ઉપયોગ કરી શકશો.

આ સાથે જ એપ્લિકેશન યૂનિવર્સલ વિંડોઝ પ્લેટફોર્મ પર પણ કામ કરી રહી છે. આ યૂઝર્સ ફોન ઑફ થવા પર પણ પોતાના પર્સનલ કોમ્પ્યૂટર પર વાપરી શકાશે. વાબિટાઈન્ફોન બ્લૉગ અનુસાર કંપનીએ આ બે ફીચર્સ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તેને રોલ-આઉટ કરવાની તારીખ હજી સામે નથી આવી.

આ પણ જુઓઃ વિઠ્ઠલ રાદડિયાની જીવન ઝરમર જુઓ તસવીરો સાથે

Whatsapp પોતાની iOS આધારિત એપ પર પણ 3 નવા ફીચર્સ ઉમેરવા પણ કામ કરી રહ્યું છે. સૌથી પહેલા Whatsappએ કોન્ટેક્સના પ્રોફાઈલ પિક્ચરને સેવ કે એક્સપોર્ટ કરવાના ફીચરને હટાવી દીધું છે. સાથે તે પિનનું ફીચર પણ એડ કરવાની છે. સાથે જ કંપની ક્વિક મીડિયા એડિત ફીચર પર પણ કામ કરી રહી છે.