હવે 30 સેકન્ડ સુધી જ વાગશે મોબાઈલ ફોનની રિંગ, TRAIએ નક્કી કરી મર્યાદા

02 November, 2019 02:26 PM IST  |  મુંબઈ

હવે 30 સેકન્ડ સુધી જ વાગશે મોબાઈલ ફોનની રિંગ, TRAIએ નક્કી કરી મર્યાદા

હવે 30 સેકન્ડ સુધી જ વાગશે મોબાઈલ ફોનની રિંગ..


ઈંટરકનેક્ટ યૂઝ ચાર્જ એટલે કે એક ઑપરેટરમાંથી બીજા ઑપરેટરમાં ફોન લગાવવાના ચાર્જ મામલે છેલ્લા કેટલાક દિવસોમાં મોટી ઉથલપુથલ જોવા મળી. IUCને ઓછો કરવા માટે ટેલિકોમ કંપનીઓએ મોબાઈલની રિંગ વાગવાનો સમય ઘટાડીને 25 સેકન્ડ કરી દીધો હતો, જે પહેલા સામાન્ય રીતે 40 થી 45 સેકન્ડ હતો. તો રિલાયન્સ જિયોએ પોતાનો રિંગિંગ ટાઈમ ઘટાડીને 20 સેકન્ડ કરવાની વાત કરી હતી, જે બાદ ટેલિકોમ કંપનીઓ  વચ્ચે ખૂબ વિવાદ પણ જોવા મળ્યો હતો. જે બાદ હવે ટ્રાઈએ તમામ ઑપરેટર્સને ઝટકો આપતા ફોનની ઘંટડી માટેની સમયસીમા નક્કી કરી દીધી છે. ટ્રાઈના આદેશ બાદ હવે મોબાઈલ ફોનની ઘંટડી 30 સેકન્ડ સુધી વાગશે.

ટ્રાઈનો રિંગ ટાઈમ ઈનકમિંગ અને આઉટગોઈંગ બંને કૉલ્સ માટે લાગૂ પડે છે. ટ્રાઈના પ્રમાણે કૉલનો જવાબ મળે કે ન મળે, પરંતુ ફોનની રિંગ માત્ર 30 સેકન્ડ સુધી જ વાગશે. આ સિવાય ટ્રાઈએ લેન્ડલાઈન માટે 60 સેકન્ડનો સમય નક્કી કર્યો છે. જણાવી દઈએ કે આ પહેલા દેશમાં લેન્ડલાઈન પર ઘંટી વાગવા માટે કોઈ સમયસીમા નહોતી. ટ્રાઈએ ઑપરેટર્સને નિર્દેશ આપતા એ સ્પષ્ટ કર્યું છે કે કૉલ રિલીઝ મેસેજ ન મળે તો પણ 90 સેકન્ડ બાદ અનઆન્સર્ડ કૉલ રિલીઝ કરવાનું અનિવાર્ય હશે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

અત્યાર સુધી ટેલિકૉમ કંપનીઓ કૉલ લગાવવાના શુલ્કથી થતી ઈનકમનો લાભ ઉઠાવવા માટે ખુદ જ ફોન પર વાગતી ઘંટડીનો સમય ઘટાડી રહી હતી, જેથી અન્ય નેટવર્કવાળા ગ્રાહક તેના નેટવર્ક પર કૉલ બેક કરવા માટે મજબૂર થાય.એરટેલે રિંગ ટાઈમ ઘટાડીને 30 સેકન્ડ કરી દીધો હતો, તો જિયોએ આઈયૂસી ચાર્જથી બચવા માટે રિંગ ટાઈમની સમયસીમા ઘટાડીને 30 સેકન્ડ કરી દીધો હતો, જે બાદ વિવાદ સતત વધી રહ્યો હતો.

airtel tech news