5 કેમેરા સાથે દુનિયાનો પહેલો ફોન લોન્ચ કરશે નોકિયા

20 April, 2019 03:15 PM IST  | 

5 કેમેરા સાથે દુનિયાનો પહેલો ફોન લોન્ચ કરશે નોકિયા

5 રિઅર કેમેરેા સાથે સ્માર્ટફોન

શું તમે સારા ફોનની સાથે સારા કેમેરાવાળા ફોનની શોધમાં છો. તો હવે તમારે વધારે રાહ જોવાની જરુર નથી. નોકિયા લઈને આવી રહ્યું છે એવો ફોન જેમાં 1,2 કે 3 નહી પણ 6 કેમેરા હશે. જે તમારા ફોટોઝના એક્પિરિયન્સને બેસ્ટ બનાવશે. નોકિયા લઈને આવી રહ્યું છે સ્માર્ટ ફોન જેમા 5 રિઅર કેમેરા હશે જે એકસાથે પણ કામ કરી શકે છે.

Nokia 9 Pureview ભારતમાં લોન્ચ થશે

નોકિયા માટે સ્માર્ટફોન બનાવતી કંપની HMD ગ્લોબલ એપ્રિલના અંત સુધીમાં પેન્ટા રિયર કેમેરા સેટઅપ સાથે NOKIA 9 PUREVIEW ફોન ભારતમાં લોન્ચ થશે. આ દુનિયાનો પહેલો ફોન કે જે 5 રિઅર કેમેરા સાથે લોન્ચ કરવામાં આવશે. નોકિયા પાવર યૂઝર અનુસાર કંપની આ માટે એક લોન્ચ ઈવેન્ટ કરશે. જેમા ફોન સાથે તેના સ્પેસિફિકેશનની માહિતી પણ આપશે.

આ ફોનની ભારતમાં કેટલી હશે કિંમત

નોકિયા દુનિયાનો પહેલો ફોન લોન્ચ કરી રહ્યું છે જેમાં 5 રીઅરની સાથે કુલ 6 કેમેરા હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફોનની કિંમત ભારતમાં 46,999 રુપિયાની આસપાસ રહેશે. નોકિયાના આ ફોનને ફેબ્રુઆરી 2019માં સૌથી પહેલા જાહેર કરવામાં આવ્યો હતો.

શું છે ફોનના ખાસ ફિચર

આ ફોનની ખાસ વાત છે તેની કેમેરા સિસ્ટમ. આ ફોનમાં 6 કેમેરા રહેશે. ફોનની કેમેરા સિસ્ટમ પેંટા સેટઅપ સાથે આવશે જેમાં 12 મેગા પિક્સલના 5 કેમેરા રહેશે. 5 કેમેરા પૈકી 2 કેમેરા RGB ડેટા સાથે આવશે જ્યારે 3 કેમેરા મોનોક્રોમ ડેટા સાથે. આ સિવાય આ ફોનમાં સેંસર 3D TOF પણ રહેશે. નોકિયા અનુસાર ફોનના 5 કેમેરા એકસાથે કામ કરી શકે છે. બેસ્ટ સેલ્ફી એક્સપિરિયન્સ માટે ફોનમાં 20 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા રહેશે.

tech news