નોકિયા 220 4G અને નોકિયા 105 ફોન લોન્ચ, કિંમત સાંભળીનો ચોકી ઉઠશો

28 July, 2019 11:10 PM IST  |  Mumbai

નોકિયા 220 4G અને નોકિયા 105 ફોન લોન્ચ, કિંમત સાંભળીનો ચોકી ઉઠશો

Nokia 220 4G and Nokia 105

Mumbai : મોબાઇ કંપની દુનિયાની સૌથી જુની કંપની નોકિયા ફરી ભારતીય માર્કેટમાં હલચલ મચાવવા આવી ગઇ છે. નોકિયાએ ભારતીય માર્કેટમાં હવે નોકિયા 220 4G અને નોકિયા 105 ફોન લોન્ચ કર્યો છે. આ બંને ફોનનું વેચાણ ઓગસ્ટ મહિનામાં શરૂ થશે. 'નોકિયા 105'માં પોલિકાર્બોનેટ બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ત્રણ કલરના વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તે નોકિયા સીરિઝ 30+ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. નોકિયા 220 4Gમાં નવી ડિઝાઈન આપવામાં આવી છે જેમાં ઓરિજનલ નોકિયા 220ના ઘણા સ્પેસિફિકેશન જોવા મળશે. નોકિયા 105 સૌપ્રથમ 2013માં લોન્ચ કરવામાં આવ્યો હતો. 2017માં તેનું રિબૂટ વર્ઝન રિલીઝ થયું હતું. હવે તેનું વધું એક અપગ્રેડેડ વર્ઝન આવી રહ્યું છે.


નોકિયા 105 અને 220 4Gની કિંમત
મળતી માહિતી મુજબ, નોકિયા 105ની કિંમત એક હજાર રૂપિયા રાખવામાં આવી છે. તેનું વેચાણ ઓગસ્ટ મહિનામાં શરૂ થશે. બ્લૂ, પિંક અને બ્લેક કલરનાં વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. કંપની દ્વારા અત્યારે આ વાત અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી કે આ ફોનને સૌથી પહેલાં કયા માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. નોકિયા 220 4Gની કિંમત 3 હજાર રૂપિયા રાખવામાં આવી છે અને તે પણ નોકિયા 105 જેવા કલર ઓપ્શનમાં મળશે.


નોકિયા 105 ની વિશેષતાઓ
'નોકિયા 105'ના લેટેસ્ટ વર્ઝનમાં 1.77 ઈંચની QQVGA (120*160 પિક્સલ) સ્ક્રીન હશે. આ ફોન નોકિયા સીરીઝ 30+ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે.ક્નેક્ટિવિટી માટે તેમાં માઈક્રો-યૂએસબી 1.1 પોર્ટ, 2G ક્નેક્ટિવિટી, એફએમ રેડિયો જેવાં ફીચર મળશે. તેમાં 800 mAhની બેટરી છે. ફોનમાં 3.5 એમએમ ઓડિયો જેકની સુવિધા છે.ફોનમાં 4એમબી રેમ અને 4એમબી ઈન્ટર્નલ મેમરી છે. આ ફોનમાં કેમેરાની સુવિધા આપવામાં આવી નથી.


આ પણ જુઓ : મમતા આચાર્યઃ આ ગુજરાતી ડિમ્પલ ગર્લ ટિકટોક પર છે સુપરહિટ

નોકિયા 220 ની વિશેષતાઓ
'નોકિયા 220 4G'માં 2.4 ઈંચની QQVGA (120*160 પિક્સલ) ડિસ્પ્લે છે જે ફિચર ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. ફોનમાં માઈક્રો-યૂએસબી 2.0 પોર્ટ,નેનો સિમ કાર્ડ સ્લોટ, 4G ક્નેક્ટિવિટી, બ્લૂટૂથ 4.2, રિયર વીજીએ કેમેરા, 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફીચર છે. તેમાં 1200 mAhની બેટરી છે. ફોનમાં14એમબી રેમ અને 24 એમબી ઈન્ટર્નલ મેમરી હશે. બેક સાઈડ એલઈડી ફ્લેશ ઉપરાંત VGA કેમેરા હશે.

technology news nokia