લોકસભા ચૂંટણીને લઈને થયા 40 કરોડ ટ્વીટ, છવાયેલા રહ્યા આ 5 મુદ્દા

24 May, 2019 03:54 PM IST  |  નવી દિલ્હી

લોકસભા ચૂંટણીને લઈને થયા 40 કરોડ ટ્વીટ, છવાયેલા રહ્યા આ 5 મુદ્દા

ટવિટ્ટર પર છવાયેલી રહી લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણીને લઈને છેલ્લો એક મહિનો સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ રહી. તમામ પાર્ટીઓ અને સમર્થકોએ સોશિયલ મીડિયાનો પ્રચાર માટે ખૂબ જ ઉપયોગ કર્યો. ત્યાં જ સોશિયલ મીડિયા વિરોધીઓ પર પણ નિશાનો સાધવાનું હથિયાર બન્યું હતું. હવે ટ્વિટર ઈન્ડિયાએ આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં  કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી વિશે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 40 કરોડ
ટ્વીટ્સ થયા.

2014થી 300 ટકાનો વધારો
સોશિયલ મીડિયા સતત લોકોને પોતાની તરફ ખેંચી રહ્યું છે, ચૂંટણી હોય કે બીજો કોઈ મુદ્દો, લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ લોકશાહીના મહાપર્વમાં જોવા મળ્યું. આ ડેટા પ્રમાણે છેલ્લી લોકસભા ચૂંટણી કરતા આ વખતે ટ્વીટ્સની સંખ્યામાં 300 ગણો વધારો થયો.

આ મુદ્દાઓ પર થઈ ચર્ચા...
ટ્વિટ્ટર ઈન્ડિયા પ્રમાણે 11 એપ્રિલથી 19 મે સુધીમાં નીચેના મુદ્દાઓ સૌથી વધુ ચર્ચાયા.
-રાષ્ટ્રીય સુરક્ષા
-ધર્મ
-નોકરીઓ
-બેરોજગારી
-ખેતી
-નોટબંધી

PM મોદી સૌથી વધુ ચર્ચાયા
વડાપ્રધાન મોદી પર પણ લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ ચર્ચા થઈ. ટ્વિટ્ટર હેન્ડલ પર બીજેપી4ઈન્ડિયા સહિત પાર્ટીના અન્ય ટ્વિટ્ટર હેન્ડર અને નેતાઓનો ટ્વિટ્ટર પર 53 ટકા કબજો રહ્યો. આ સિવાય યૂપીએના અન્ય સભ્યોના હેન્ડલની સાથે કોંગ્રેસના હેન્ડલને 37 ટકા હિસ્સો મળ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ એવા નેતા હતા જેમનો વડાપ્રધાન મોદી બાદ સૌથી વધુ ઉલ્લેખ થયો.

આ પણ વાંચોઃ અખબારોમાં પણ છવાઈ મોદી લહેર, ગુજરાતી મીડિયા હાઉસે આ રીતે વધાવ્યો મોદીના વિજયને

ટ્વિટર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, અંગ્રેજી  અને હિન્દી વાતચીતની મુખ્ય ભાષા બની રહી, જે બાદ ગુજરાતી અને તમિલમાં ટ્વિટર પર મોટી સંખ્યામાં ટ્વીટ્સ જોવા મળ્યા.

rahul gandhi narendra modi tech news Loksabha 2019