જાણો ક્યારે, કેવી રીતે અને કેમ રંગ બદલે છે કાચિંડો....

30 October, 2019 03:25 PM IST  |  મુંબઈ

જાણો ક્યારે, કેવી રીતે અને કેમ રંગ બદલે છે કાચિંડો....

કાચિંડો કેમ બદલે છે રંગ?

કાચિંડાની રંગ બદલવાની આદત વિશે તમે સાંભળ્યું જ હશે, અને જોયું પણ હશે. પોતાની આ આદત માટે કાચિંડા ઘણા જાણીતા છે. પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આખરે કાચિંડા પોતાનો રંગ કેમ બદલે છે? જો નથી વિચાર્યું તો કોઈ વાંધો નહીં. આજે અમે તમને કાચિંડાના રંગ બદલવે પાછળના વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક બંને કારણની માહિતી આપીશું.

પ્રાકૃતિક કારણ
દુનિયામાં દરેક જીવ પાસે પોતાનું કોઈ ખાસ હુનર છે, જેનાથી તે પોતાનું જીવન ચલાવે છે. કાંઈક આવું જ હુનર કાચિંડાને પણ મળ્યું છે. એવું માનવામાં આવે છે કે સુરક્ષાના હિસાબથી કાચિંડો પોતાનો રંગ બદલે છે. શિકારીઓથી બચવા માટે કાચિંડો જ્યા બેઠો હોય છે પોતાને એ રંગમાં ઢાળી લે છે અને પોતાને બચાવી લે છે.

સાથે જ કાચિંડો પોતાનું પેટ ભરવા માટે શિકાર પણ કરે છે. શિકાર દરમિયાન પણ તેઓ પોતાનો રંગ બદલી લે છે. જેનાથી તેના શિકારને એ વાતનો આભાસ નથી થતો અને તે ભાગતા નથી. આ રીતે કાચિંડો પોતાનો શિકાર પણ સરળતાથી કરી લે છે.

વૈજ્ઞાનિક કારણ
હાલમાં જ થયેલા એક રિસર્ચ અનુસાર કાચિંડો પોતાની ભાવનાઓ અનુસાર રંગ બદલે છે. ગુસ્સા, આક્રમકતા, એકબીજા સાથે વાત કરવા માટે અને બીજા કાચિંડાઓને પોતાનો મૂડ બતાવવા માટે કાચિંડો પોતાનો રંગ બદલે છે. રિસર્ચ અનુસાર કાચિંડો ઘણી વાર પોતાનો રંગ જ નહીં ચમક અને આકાર પણ બદલે છે. તેનો પોતાના આકારને નાનો કે મોટો પણ કરી શકે છે.

આ પણ જુઓઃ બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

કેવી રીતે બદલે છે રંગ
કાચિંડાના શરીરમાં ફોટોનિક ક્રિસ્ટસ નામનું એક સ્તર હોય છે, જે માહોલના હિસાબથી રંગ બદલવામાં મદદ કરે છે. ફોટોનિક ક્રિસ્ટલનું આ સ્તર પ્રકાશના પરિવર્તનને પ્રભાવિત કરે છે, જેનાથી તેનો રંગ બદલાયેલો નજર પડે છે. જેમકે જ્યારે કાચિંડો જોશમાં હોય છે ક્યારે આ સ્તર ઢીલું પડી જાય છે, જેનાથી લાલ અને પીળો રંગ પરાવર્તિત થાય છે.

gujarati mid-day