આવતી કાલે જિયો લૉન્ચ કરશે 5G, આ ચાર શહેરોમાં સૌથી પહેલા ઉપલબ્ધ થશે સેવાઓ

04 October, 2022 10:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગ્રાહકોને 1 Gbps સુધીની ઝડપે અમર્યાદિત 5G ડેટા મળશે

પ્રતીકાત્મક તસવીર

રિલાયન્સ જિયો આવતી કાલથી ચાર શહેરોમાં ટ્રુ 5જીની બીટા સેવા શરૂ કરશે. આ બીટા સેવાઓ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં શરૂ થશે. કંપનીનું કહેવું છે કે આ વિશ્વની સૌથી અદ્યતન 5G સેવા હશે. એટલા માટે આ સેવાને True 5G નામ આપવામાં આવ્યું છે. Jio તરફથી યુઝર્સને સિમ બદલ્યા વિના ફ્રી 5G સર્વિસ આપવામાં આવશે અને તેમને ઝડપી ઇન્ટરનેટ સેવા મળશે.

ગ્રાહકોને 1 Gbps સુધીની ઝડપે અમર્યાદિત 5G ડેટા મળશે. જેમ જેમ અન્ય શહેરોમાં 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે, તે શહેરોમાં પણ 5G સેવા ઉપલબ્ધ થશે. વપરાશકર્તાઓને બીટા ટ્રાયલ હેઠળ ફ્રી 5G સેવા મળશે, જ્યાં સુધી તે શહેરમાં કવરેજ અને વપરાશકર્તા અનુભવ બહેતર ન થાય. આ વેલકમ ઑફર હેઠળ, કોઈપણ ગ્રાહકને Jio સિમ અથવા હેન્ડસેટ બદલવાની જરૂર રહેશે નહીં, તેમને આપમેળે 5G સેવા મળશે. Jio 5G હેન્ડસેટ માટે સ્માર્ટફોન નિર્માતાઓ સાથે કામ કરી રહ્યું છે, જેથી વપરાશકર્તાઓ ઉપકરણ દ્વારા વધુ સારો અનુભવ મેળવી શકે.

આ બીટા સેવા છે કંપનીનું કહેવું છે કે આ બીટા ટેસ્ટિંગ છે. બીટા ટેસ્ટિંગ એ સંપૂર્ણ લૉન્ચ પહેલાંનો અજમાયશ તબક્કો છે, જેમાં ગ્રાહકનો પ્રતિસાદ લેવામાં આવે છે. પછી જે ફીડબેક આવે છે તેના આધારે બદલાવ કરવામાં આવે છે. Jioનું કહેવું છે કે તે તેના 425 મિલિયન યુઝર્સને 5G સેવાનો નવો અનુભવ આપવા માગે છે. આના દ્વારા ભારતે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કરવાનું છે.

Jioનો ઉદ્દેશ્ય આગામી દિવસોમાં 5G આર્કિટેક્ચર તૈયાર કરવાનો છે અને 4G નેટવર્ક પરની નિર્ભરતાને સંપૂર્ણપણે દૂર કરવાનો છે. આના દ્વારા Jio યુઝર્સને એક અલગ અનુભવ પણ મળશે, પછી તે વીડિયો કોલિંગ હોય, ગેમિંગ હોય, વોઈસ કોલિંગ હોય કે પછી પ્રોગ્રામિંગ હોય.

 

technology news tech news reliance