ગૂગલના ગોટાળાએ ભલી કરી, bareilly peopleનું હિન્દી અનુવાદ આટલું વિચિત્ર

25 August, 2020 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગૂગલના ગોટાળાએ ભલી કરી, bareilly peopleનું હિન્દી અનુવાદ આટલું વિચિત્ર

ગૂગલ પર ટ્રાન્સલેટ કર્યા બાદ લેવામાં આવેલું સ્ક્રીનશૉટ

પોતાના હિન્દી ગુજરાતી ટ્રાન્સલેશનને લઈને ગૂગલ ઘણીવાર હાંસીપાત્ર બને છે. આ પહેલીવાર નથી થયું જ્યારે ગૂગલે કોઇક અંગ્રેજી શબ્દનું ટ્રાન્સલેશન કરતી વખતે કંઇક ભળતો જ જવાબ આપ્યો હોય. આવું ઘણીવાર બનતું હોય છે. ત્યારે ફરી એકવાર એવી ઘટના બની છે જેને કારણે હવે બરેલીના લોકોનો ગુસ્સો હવે ગૂગલ ટ્રાન્સલેટ પર ફૂટ્યો છે.

ગૂગલ સર્ચમાં જ્યારે અંગ્રેજીમાંથી હિન્દી ટ્રાન્સલેશન કરતા હોઇએ ત્યારે આવા વિચિત્ર અર્થ આવતાં કોઇપણ વ્યક્તિનો પારો ચડે. ત્યારે આ વખતે તો બરેલી પીપલનું હિન્દી ટ્રાન્સલેશન કરતાં જવાબમાં નંગે લોગ એવું આવે છે. જેને કારણે આ શબ્દ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

ગૂગલ વગર લગભગ આખું વિશ્વ અધૂરું છું. દરેક સવાલનો જવાબ જો કોઇ પાસે છે તો તે છે ગૂગલ. હાલ ગૂગલ પર પણ એવા જવાબ મળી રહ્યા છે કે જેના કારણે બરેલીના લોકો ભડકી ગયા છે. ગૂગલ પર બરેલી પીપલનું હિન્દી ટ્રાન્સલેશન કરતાં જવાબમાં નંગે લોગ એવું લખેલું આવે છે જેને કારણે બરેલીના લોકો ખૂબ જ નારાજ છે. લોકોનું કહેવું છે કે ગૂગલે આમાં ફેરફાર કરવા જોઇએ. સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર આનો સ્ક્રીનશૉટ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જો કે આવું પહેલી વાર નથી. આ પહેલા પણ ઘણી વાર ગૂગલ સર્ચ અને ગૂગલ ટ્રાન્સલેશને આવા અનેક ડાટ વાળ્યા છે.

આ પણ વાંચો : ગૂગલ પ્રમાણે “વઘારેલા મમરા” એટલે I Love You

એક રસપ્રદ ઉદાહરણ લઈએ તો ગુજરાતીમાં વઘારેલા મમરાને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરો તો ગૂગલ પ્રમાણે તેનો જવાબ થશે I Love You.

google tech news technology news bareilly