Googleનું આજનું ડૂડલ આ ડાન્સરને સમર્પિત, એઇડ્સ માટે હતી ચલાવી ઝૂંબેશ

09 June, 2023 04:30 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

ગૂગલે આજે ડૂડલમાં એક વીડિયો શેર કર્યો છે, જેને રોબ ગિલિયમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

તસવીર સૌજન્ય: ગૂગલ

ગૂગલે (Google) આજનું ડૂડલ (Doodle) વિલી નીન્જા (Willi Ninja)ને સમર્પિત કર્યું છે. વિલી નીન્જા એક પ્રખ્યાત ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે ઓળખાય છે. જેણે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીર, જેને સંક્ષિપ્તમાં LGBTQ+ તરીકે પણ ઓળખાય છે એને માટે આગળનો રસ્તો બતાવ્યો હતો. ખાસ કરીને LGBTQ+ Black અને Latino માટે અવાજ ઉઠાવવા બદ્દલ તેમને ખાસ યાદ કરવામાં આવે છે. વિલીને ગોડફાધર ઓફ વોગિંગ કહેવામાં આવે છે, જે એક ડાન્સ આર્ટ છે.

આધુનિક અને બદલાતા સમાજમાં સ્ત્રી-પુરુષ ઉપરાંત સ્ત્રી-પુરુષના સંબંધોને પણ કંઈક ઓળખ મળવા લાગી છે. સાથે જ બદલાતા સમયની સાથે ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોના અધિકારોને પણ વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આવી વિચારધારાને સમાજમાં જ્યારે એક મોટા ગુના તરીકે જોવામાં આવતું હતું તેવા સમયમાં વિલીએ આ લોકો માટે પ્રયાસો કર્યા. કેટલાક દેશોમાં પણ તેના માટે આકરી સજાની જોગવાઈ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિલીએ 1980 અને 90ના દાયકામાં આવા સમુદાય માટે પ્રશંસનીય કામ કર્યું હતું.

ગૂગલે આજે ડૂડલમાં એક વીડિયો શેર કર્યો છે, જેને રોબ ગિલિયમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેને ઝેન્ડર ઓપિઓ (Xander Opiyo) દ્વારા એડિટ કરવામાં આવ્યો છે. અને સંગીત વિવેસિયસ (Vivacious)નું છે તેમાં જે ડાન્સ જોવા મળે છે તેમાં નીન્જાના આઇકોનિક હાઉસના હાલના સભ્યો છે. નીન્જા સમુદાયનું આઇકોનિક હાઉસ વિલી નીન્જાએ બનાવ્યું હતું, જે LGBTQ+ Blackનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો: ભારતે રશિયામાં ફસાયેલા પૅસેન્જર્સ માટે ફ્લાઇટ મોકલી

1990માં આજના જ દિવસે અમેરિકાના ન્યૂયોર્ક એલજીબીટી ફિલ્મ ફેસ્ટિવલમાં પેરિસ ઇઝ બર્નિંગ (Paris is Burning) નામની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. જેમાં વિલી અને નીન્જાના આઇકોનિક હાઉસને રજૂ કરવામાં આવ્યું હતું.  વિલી નીન્જાનો જન્મ 12 એપ્રિલ, 1961ના રોજ થયો હતો. તેની માતાએ તેની એલજીબીટીક્યુ સાથે જોડાયેલ ઓળખ ઊભી કરવામાં ભરપૂર ટેકો આપ્યો હતો. તેમણે જ વિલીની નૃત્ય પ્રત્યેની રુચિને આગળ વધારવા પ્રેરણા પૂરી પાડી હતી.

એવું કહેવાય છે કે તેની માતા પાસે એટલા પૈસા નહોતા કે વિલીના ડાન્સ ક્લાસિસ કરી શકે પરંતુ તેણે પોતે જ તેને ડાન્સ સ્ટેપ્સ શીખવામાં મદદ કરી હતી. જેના કારણે તે એક મહાન ડાન્સર બની શક્યો. ત્યારબાદ વિલીએ વોગ્યુરિંગ આર્ટમાં નિપુણતા મેળવી. આ એક નૃત્ય શૈલી છે જેમાં અઘરા માર્શલ આર્ટ સાથે ફેશન પોઝને મિક્સ કરી શકાય છે. હાઉસ ઓફ નીન્જાનું નિર્માણ વિલીએ 1982માં કરાવ્યું હતું. પ્રસિદ્ધ થયા પછી પણ તેમણે ઘરના સભ્યોને ટેકો આપવાનું ચાલુ રાખ્યું હતું. ખ્યાતિ મેળવ્યા બાદ વિલીએ ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. Madonna અને Jean-Paul Gaultier જેવી હસ્તીઓ દ્વારા પણ તેના ડાન્સ સ્ટેપ્સને ફોલો કરવામાં આવતા હતા.

આ પણ વાંચો: કૅનેડામાં જંગલના દાવાનળ માટે ક્લાઇમેટ ચેન્જ કે જંગલોનું મિસમૅનેજમેન્ટ જવાબદાર?

વિલી હવે એક એવી સેલિબ્રિટીઝમાં ગણવામાં આવે છે જેણે પ્રથમ વખત એઇડ્સ વિશે વાત કરવાનું શરૂ કર્યું હોય, લોકોને એ બાબતે જાગૃત કર્યા હોય. તેના નિવારણ માટે કામ કર્યું હોય. આવા રોગોને સમાજમાં એક પ્રકારનું કલંક માનવામાં  આવતું હતું. જેના માટે વિલીએ લોકોને જાગૃત કરવા માટે ઝુંબેશ ચલાવી હતી. ગૂગલે તેના આ મહત્વપૂર્ણ યોગદાન માટે અને વૈશ્વિક સ્તરે બ્લેક અને લેટિનો એલજીબીટીક્યુ પ્લસ કમ્યુનિટીને એક વિશિષ્ટ ઓળખ આપવા બદ્દલ અને તેમણે સપોર્ટ કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે. 

google united states of america aids technology news tech news