હેકર્સ વોટ્સએપ કિડનેપ સ્કેમ દ્વારા છીનવી શકે છે તમારા પૈસા

07 February, 2019 02:31 PM IST  | 

હેકર્સ વોટ્સએપ કિડનેપ સ્કેમ દ્વારા છીનવી શકે છે તમારા પૈસા

ઈન્સટન્ટ મેસેજિંગ માટે વોટ્સએપ દુનિયાભરમાં લોકપ્રિય છે. યુઝર્સ તેનો ઉપયોગ એકબીજાને મેસેજ મોકલવા માટે કરતા હોય છે. આ સિવાય યુઝર્સ તેમાં વીડિયો, ફોટોસ પણ શૅર કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે આટલી લોકપ્રિય એપ હોવા છતાં વોટ્સએપમાં એવા સિક્યુરિટી ફિચર નથી જેના કારણે તેને હેક થતા બચાવી શકાય. છેલ્લા થોડા સમયથી વોટ્સએપ હેકર્સના નિશાના પર છે અને હવે છેતરપિંડી વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હેકર્સની આ ટેક્નીકનું નામ કિડનેપ સ્કેમ છે જેનો ઉપયોગ કરીને હેકર્સ છેતરપિંડી કરે છે.

શું છે કિડનેપ સ્કેમ?

રિપોર્ટ્સનું માનીએ તો યુઝરની નકલ કરીને તેના સર્વિસ ઓપરેટરને ફોન કરી સિમકાર્ડ ખોવાઈ જવાનો રિપોર્ટ આપવામાં આવે છે. ત્યારબાદ બીજું સિમકાર્ડ આપવામાં આવે છે. સિમકાર્ડ એક્ટિવ કરવા આવતા OTPનો ઉપયોગ કરી યુઝર તમારા વોટ્સએપમાં ઘૂસી જશે અને તમારા વોટ્સએપને હેક કરી લેશે. હેકર્સ દ્વારા મેસેજ આવશે કે તમને કિડનેપ કરવામાં આવ્યા છે. અને હેકર્સ આ માટે રૂપિયાની માંગણી પણ કરી શકે છે.

 

આ પણ વાંચો: બ્રેસ્ટ્સમાં હેવીનેસ લાગે છે શું કૅન્સર માટેનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ?

 

કઈ રીતે બચી શકાશે?

આ અટેકથી બચવા માટે કોઈ પણ જાતનો એંટીડોર તૈયાર કરવામાં આવ્યો છે અને અપડેટ ઉપલબ્ધ નથી. જો કે એટલું કરી શકો છો કે, જો તમને આ રીતનો કોઈ મેસેજ આવે તો તમે ડાયરેક્ટ જઈને કોન્ટેક્ટ કરવો.