બ્રેસ્ટ્સમાં હેવીનેસ લાગે છે શું કૅન્સર માટેનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ?

Published: Feb 06, 2019, 15:05 IST | ડૉ.રવિ કોઠારી

મને હમણાંથી બ્રેસ્ટ્સ ખૂબ જ ટેન્ડર થઈ ગયાં હોય એવું લાગે છે. એને કારણે ઇન્ટિમસી વખતે કમ્ફર્ટેબલ નથી લાગતું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : હું ૪૭ વર્ષની વર્કિંગ વુમન છું. બધી જ રીતે ફૉર્વર્ડ વિચારધારાની છું, પરંતુ ઘરની વાત આવે ત્યારે એક ઘરરખ્ખુ સ્ત્રી પણ બની જાઉં છું. સાચું કહું તો મને હસબન્ડ સાથેના સંબંધમાં બહુ જ ઇનસિક્યૉરિટી રહે છે. તેમને વધુ સમય ન આપી શકાતો હોવાથી અમારી વચ્ચે ઇન્ટિમસીના સ્પેલ પણ બહુ ઓછા હોય છે. જ્યારે સાથે હોઈએ ત્યારે પણ બન્નેના કામને લીધે પૂરેપૂરું અટેન્શન એકબીજાને નથી અપાતું. આવામાં મને હમણાંથી બ્રેસ્ટ્સ ખૂબ જ ટેન્ડર થઈ ગયાં હોય એવું લાગે છે. એને કારણે ઇન્ટિમસી વખતે કમ્ફર્ટેબલ નથી લાગતું. થોડોક સમય સાથે હોઈએ એમાં પણ હું જો હસબન્ડને કહું કે આમ નથી ગમતું અને તેમ નથી ગમતું તો એ તેને નહીં ગમે. હું પોતે કન્ફ્યુઝ છું કે મને કયા કારણોસર અચાનક જ બ્રેસ્ટ્સમાં હેવીનેસ લાગે છે ને પાછું આપમેળે સારું થઈ જાય છે. મેનોપૉઝની શરૂઆત હોઈ શકે? એના સિવાય તો બીજી કોઈ શક્યતા નથી લાગતી. શું આ લક્ષણો માટે મારે કૅન્સર માટેનું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે?

જવાબ : મિડલ-એજની વર્કિંગ વુમન્સમાં વધતા જતા સ્ટ્રેસ-લેવલને કારણે પિરિયડ્સની સાઇકલ સાથે બ્રેસ્ટ્સમાં હેવીનેસ અને ટેન્ડરનેસ દેખાય એ ઘણું કૉમન થઈ ગયું છે. જોકે આ પરિસ્થિતિ ઘણી ડિસ્કમ્ફર્ટ આપનારી હોય છે એટલે માત્ર એને વણદેખી કરવાનો મતલબ નથી. કેટલીક મહિલાઓને ઓવ્યુલેશન દરમ્યાન આ સમસ્યા થાય છે તો કોઈકને પિરિયડ્સ શરૂ થવાના ત્રણ-ચાર દિવસ પહેલાં. જો લક્ષણો હળવાં હશે તો ડાયટ અને લાઇફસ્ટાઇલ ચેન્જથી કન્ટ્રોલમાં આવી જશે. જે સમયગાળા દરમ્યાન તમને આ લક્ષણો દેખાતાં હોય એ ત્રણ-ચાર દિવસ દરમ્યાન જો તમે માત્ર ફળો અને શાકભાજી પર રહેશો તો આપમેળે લક્ષણોમાં ઘટાડો થશે. યોગ અને મેડિટેશન દ્વારા સ્ટ્રેસ લેવલ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જો આમ કરવા છતાં સમસ્યા રહેતી જ હોય તો ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા. બની શકે કે હૉમોર્નલ ડિસ્ટર્બન્સને કારણે આવું થતું હોય. આ ઉંમરે મેનોપૉઝની શરૂઆત હોય તો આગોતરી કાળજીથી એ મૅનેજ થઈ શકે છે.

આ પણ વાંચો : 43 વર્ષનો છું, બે વાર સ્ટ્રોક આવ્યા પછી હવે સારું છે તો સેક્સ કરી શકાય?

બીજું, ૩૫ વર્ષની વય પછી દરેક સ્ત્રીએ સેલ્ફ બ્રેસ્ટ-એક્ઝામિનેશન કરતાં શીખી જવું જોઈએ. તમને કોઈ પણ લક્ષણો વર્તાતાં હોય કે ન હોય, તમારે આ ટેક્નિક સારા ગાયનેકોલૉજિસ્ટ પાસે જઈને શીખવી અને નિયમિત કરવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK