PUBG Liteનું સર્વર 4 જુલાઈથી ભારતમાં થશે ઓપન, જુઓ PCમાં કેમ થશે ડાઉનલોડ

29 June, 2019 05:26 PM IST  |  મુંબઈ

PUBG Liteનું સર્વર 4 જુલાઈથી ભારતમાં થશે ઓપન, જુઓ PCમાં કેમ થશે ડાઉનલોડ

PUBG Liteનું સર્વર 4 જુલાઈથી ભારતમાં થશે ઓપન

PUBG Liteનું રજિસ્ટ્રેશન ગયા અઠવાડિયે ભારત સહિત એશિયાના દેશોમાં શરૂ કરવામાં આવ્યું છે. આ ગેમ માટે યૂઝર્સ 2 જુલાઈની રાત્રે 11:59 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ગઈકાલે રાત્રે આ ગામના આધિકારીક બીટા રિલીઝની ડેટ સામે આવી ગઈ છે. કંપનીના આધિકારીક ફેસબુક પેજના માધ્યમથી આ ગેમના બીટા સર્વર 4 જુલાઈથી ઓપન કરી દેવામાં આવશે. એટલે કે 4 જુલાઈએ આ ગેમ તમને રમી શકશો. જો તમે આ ગેમ માટે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમે હવે કરાવી શકો છો.

આ ગેમ ખાસ કરીને એ પીસીના યૂઝર્સ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે જે બેઝિક સિસ્ટમનો ઉપયોગ કરે છે. ટેન્સેન્ટ ગેમિંગે આ ગેમને વધુમાં વધુ પ્લેયર્સ સુધી પહોંચાડવા માટે ડિઝાઈન કરી છે. બીટા સર્વરને 4 જુલાઈથી અપ કરવામાં આવશે અને આ ગેમનું સર્વરને પણ તમામ પ્લેયર્સ જોઈન કરી શકશે. આ માટે કોઈ પણ પ્લેયરે VPNના માધ્યમથી સર્વર એક્સેસ કરવાની જરૂર નહીં રહે.

PUBG Lite કેવી રીતે કરો ડાઉનલોડ?
-PUBG Lite ડાઉનલોડ કરવા માટે તમારે તેની આધિકારીક વેબસાઈટ
lite.pubg.com પર જવું પડશે.

-જે બાદ તમારે ડાઉનલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે.

-ડાઉનલોડ બટન પર ક્લિક કરતા જ ગેમની ફાઈલ તમારા કમ્પ્યૂટરમાં ડાઉનલોડ થશે.

-ફાઈલ ડાઉનલોડ થયા બાદ તમને તેના પર ક્લિક કરીને તેને ઈંસ્ટૉલ કરવાનું રહેશે.

-ઈંસ્ટૉલેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે પોતાના PUBG Liteના અકાઉંટમાં લૉગ-ઈન કરવું પડશે. જો તમે PUBG Lite અકાઉન્ટ નથી બનાવ્યું તો રજિસ્ટ્રેશન પ્રક્રિયાના માધ્યમથી પોતાનું અકાઉંટ બનાવી શકો છો.

-PUBG Liteમં લૉગ-ઈન કે સાઈન-ઈન કર્યા બાદ તમારે ઈંસ્ટૉલ પર ક્લિક કરવાનું રહેશે અને આખી ગેમ ડાઉનલોડ થવાની રાહ જોવી પડશે.

-આ ગેમની કુલ સાઈઝ 2.3 જીબી છે. જેના કારણે આ ડાઉનલોડ કરવામાં સમય લાગી શકે છે.

-તમે જુલાઈ 4થી આ ગેમને VPN વિના રમી શકો છો. હાલ આ ગેમને રમવા માટે તમારે VPN સર્વરનો ઉપયોગ કરવો પડે છે કારણ કે ભારતમાં હાલ તે ઉપલબ્ધ નથી.

આ પણ વાંચોઃ PUBG Lite માટે આ સરળ સ્ટેપમાં કરો પ્રી-રજિસ્ટર અને જીતો ઈનામ

tech news