OPPO Reno 10x Zoom પ્રીમિયમ સ્માર્ટફોન, આ તારીખે ભારતમાં થશે લોન્ચ

27 May, 2019 04:26 PM IST  | 

OPPO Reno 10x Zoom પ્રીમિયમ સ્માર્ટફોન, આ તારીખે ભારતમાં થશે લોન્ચ

OPPO Reno 10x Zoom

ભારતમાં સ્માર્ટફોનનું ઘણું મોટું બજાર છે આ બાબત ઓપો સમજે છે. કારણકે તે પોતના પ્રીમિયમ સ્માર્ટફોન દ્વારા ગ્રાહકોને આકર્ષીત કરે છે. સતત સારા ફીચર્સવાળા ફોન લૉન્ચ કરીને ઓપો ખૂબ જ ઓછા સમયમાં ભારતીય માર્કેટમાં મોટી જગ્યા બનાવી લીધી છે. તાજેતરમાં જ ઓપોએ યૂરોપ અને ચીનમાં ઓપો રેનો 10એક્સ ઝૂમ સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. જ્યાં ફોનને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ઓપો રેનો 10 એક્સ ઝૂમને ભારતમાં લૉન્ચ કરવાની તૈયારી થઇ રહી છે અને મળતી માહિતી પ્રમાણે 28 મેના આ સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ થશે.

ડિઝાઇન


ઓપો રેનો 10એક્સ ઝૂમની ડિઝાઈન ઘણી પ્રીમિયમ છે જે આ ફોનને અટ્રેક્ટિવ બનાવે છે તેની ખૂબ જ સુંદર ડિઝાઇન. ફોનને જોતાં જ ખ્યાલ આવી જશે કે તેની ડિઝાઇન પર ઘણું કામ કરવામાં આવ્યું છે. ફોનના બ્લેક પેનલ પર ખૂબ જ સુંદર ગ્લાસ સાથે ગન મેટલ ફિનિશ આપવામાં આવી છે. જ્યારે ફોનના પાછળના ભાગ પર લાઇટ પડે છે, તો ફોનનો લૂક વધુ સુંદર બને છે.

ડિસ્પ્લે

ડિસ્પ્લેની વાત કરીએ, તો ઓપો રેનો 10એક્સ ઝૂમમાં 6.6 ઇન્ચની ફુલ HD+ પનોરમિક AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. આ ડિવાઇસમાં ગોરિલ્લા ગ્લાસ 6 સ્ક્રીનનું પ્રૉટેક્શન આપવામાં આવ્યું છે. આ સિવાય કંપનીએ આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપ્યું છે.

કેમેરો

OPPO Reno 10x Zoomમાં ટ્રિપલ રેર કેમેરા સેટઅપ છે. 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે અને આ ફોનનું અપર્ચર f/1.7 છે. 8 મેગાપિક્સલનો વાઇડ એંગલ લેન્સ છે, જે f/2.2 અપર્ચરની સાથે આવે છે અને 13 મેગાપિક્સલની સાથે આ ફોનમાં પેરિસ્કોપ ટેલીફોટો લેન્સ છે. આ સ્માર્ટફોન નૉયઝ રિડક્શન, એચડીઆર અને એઆઇ આધારિત નાઇટ પોર્ટ્રેટ મોડ સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો રાઇઝિંગ ફ્રન્ટ કેમેરો આપ્યો છે, જે શાર્ક ફિન મોડેલ પર આધારિત છે.

પ્રોસેસર
OPPO Reno 10x Zoomમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેના ઉપયોગથી ફોનની સ્પીડ તો વધે છે પણ સાથે સાથે મલ્ટીટાસ્કિંગ કરવાનો અનુભવ પણ સારો થઇ જાય છે. આ સ્માર્ટફોન આઉટ ઑફ બૉક્સ એન્ડ્રૉઇડ પાઇ પર આધારિત ColorOS 6 પર રન કરે છે જે ઓપોનું લેટેસ્ટ વર્ઝન છે.

બેટરી
OPPO Reno 10x Zoomમાં 4065mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

રેમ અને સ્ટોરેજ
OPPO Reno 10x Zoomના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ, અને 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા બે વેરિઅન્ટ્સ છે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણીને લઈને થયા 40 કરોડ ટ્વીટ, છવાયેલા રહ્યા આ 5 મુદ્દા

પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં OPPO Reno 10x Zoom એક જબરજસ્ત ફોન છે. ડિઝાઇન, કેમેરો અને પ્રૉસેસરના મામલે આ ફોન મોટી મોટી બ્રાન્ડ્સને ટક્કર આપે છે. જો તમે આ ફોન ખરીદો છો તો આ ફોન તમને નિરાશ નહીં કરે. ચીન અને યૂરોપમાં લૉન્ચ બાદ OPPO Reno 10x Zoomએ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. આશા છે કે આ પોન ભારતના પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટના ગ્રાહકોને ઘણો લલચાવશે.

tech news