માત્ર 16 હજારની કિંમતમાં આ છે 6 GB રૅમ ધરાવતા સ્માર્ટફોન

16 March, 2019 11:51 AM IST  | 

માત્ર 16 હજારની કિંમતમાં આ છે 6 GB રૅમ ધરાવતા સ્માર્ટફોન

ગેમિંગના શોખીનો માટે આ ફોન છે ખાસ

સ્માર્ટ ફોનના માર્કેટમાં હવે બજેટથી લઈને હાઈ એન્ડ સુધી જાતભાતના હેન્ડસેટ્સ મળી રહ્યા છે. મોબાઈલ હેન્ડસેટ કંપનીઝ સતત સ્માર્ટ ફોન્સને અપગ્રેડ કરી રહી છે. દરેક યુઝરની જરૂરિયાત અનુસાર સ્માર્ટ ફોન હેન્ડસેટ્સમાં ફેરફાર કરાઈ રહ્યા છે. કોઈ વ્યક્તિને ફોનમાં સારું હાર્ડવેર જોઈતું હોય છે, તો કોઈને વધુ રેમ, તો કોઈને વળી સારા કેમેરાની જરૂર હોય છે. પરંતુ જો તમે ગેમ લવર છો અને ગેમિંગ માટે સ્માર્ટ ફોન ખરીદવો છે, તો અમે તમારા માટે બજેટમાં સારા ઓપ્શન લાવ્યા છીએ. ફોનમાં સારા ગેમિંગ એક્સપિરિયન્સ માટે વધુ રેમ જરૂરી છે. ત્યારે અમે તમને એવા સ્માર્ટ ફોનની માહિતી આપીશું જેમાં 6 જીબી રેમ છે, અને કિંમત પણ 16 હજાર કરતા ઓછી છે.

Xiaomi Redmi Note 6 Pro

Redmi Note 6 Proના 4 GB રૅમ અને 64 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત છે 13,999 રૂપિયા. તો 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત છે 15,999 રૂપિયા. જેમાં 6.26 ઈંચની ડિસ્પ્લે છે. સાથે જ ક્વાલકૉમ સ્નૅપડ્રેગન 636 ઓક્ટાકોર પ્રોસેસર છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા પણ છે, જેનું પ્રાઈમરી સેન્સર 1.4μm ડ્યુઅલ પીડી ફોકસ, ડ્યુઅલ ટોલ LED સાથે 12 મેગાપિક્સલનું છે. તો સેકન્ડરી કેમેરા 5 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત ફ્રન્ટ કેમેરામાં પણ ડ્યુઅલ સેન્સરની સુવિધા છે. પ્રાઈમરી સેન્સર 20 મેગાપિક્સલ અને સેકેન્ડરી સેન્સર 2 મેગાપિક્સલનું છે. ફોનમાં MIUI 10 બેઝ્ડ એન્ડ્રોઈડ 8.1 અવલેબલ છે, તો લાંબી બેટરી લાઈફ માટે 4 હજાર MaHની બેટરી છે.

Asus ZenFone Max Pro M1

આસુઝના આ ફોનના 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત છે 9,999 રૂપિયા. તો 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટ 10,999માં અવેલેબલ છે. સાથે જ 6 જીબી રેમ વાળા વેરિયન્ટની કિંમત 12,999 રૂપિયા છે. આ ફોનમાં 5.99 ઈંચની ફૂલ HD ડિસ્પલે છે, જેનો એસ્પેક્ટ રેશિયો 18:9 છે. ફોન જુદા જુદા ત્રણ 3 જીબી, 4 જીબી અને 6 જીબી વેરિયન્ટમાં મળે છે. તો 32 જીબી અને 64 જીબી ઈન્ટરનલ મેમરી અવેલેબલ છે. આ ફોન કવાલકોમ સ્નેપડ્રેગન 636 SOC પર કામ કરે છે. ફોનમાં 16 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ડ્યુઅલર કેમેરા છે. સાથે જ સેલ્ફી કેમેરા પણ 16 મેગાપિક્સલનો છે. જો તમે ગેમિંગના શોખીન છો તો આ ફોનની બેટરી તમારા માટે ખાસ છે. કારણ કે ફોનમાં 5000 MaHની બેટરી અવેલેબલ છે, જે લાંબા સમય સુધી ગેમ રમવામાં કામ લાગશે.

Mi A2

આ ફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટને તમે 13,999માં ખરીદી શક્શો, તો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 15,999 રૂપિયા છે. MI A2 5.99 ઈંચની ફૂલ એચડી ડિસ્પ્લે ધરાવે છે. આ મોડેલમાં પણ ડ્યુઅલ રિઅર કેમેરા છે, જેમાં પહેલા કેમેરાનું સેન્સર 20 મેગાપિક્સલ છે, તો બીજું સેન્સર 12 મેગાપિક્સલનું છે. સેલ્ફી કેમેરાની વાત કરીએ તો તેમા 20 મેગાપિક્સલનું સોની IMX376 સેન્સર છે. MI A2માં ક્વિક ચાર્જ માટે 4+ ટેક્નિક અપાઈ છે. જો કે ફોનમાં બેટરી માત્ર 3010 MaHની જ છે. ફોનમાં 2.2 ગીગાહર્ટ્ઝનું 4 કોર્સ અને 1.8 ગીગાહરટ્ઝનું 4 કોર્સ ઓક્ટાકોર ક્વાલકોમ સ્નેપડ્રેગ 660 પ્રોસેસર છે. આ ફોન લેટેસ્ટ એન્ડ્રોઈડ વર્ઝન 9 પાઈ પર કામ કરે છે.

આ પણ વાંચોઃ Redmi 6A, Redmi 6 Proની કિંમતોમાં થયો ઘટાડો, Jio યૂઝર્સને મળશે વધુ ડેટાનો લાભ

Realme 2 Pro

આ ફોનનું 4 જીબી રેમ વેરિયન્ટ 12,990માં અવેલેબલ છે, તો 6 જીબી રેમ વેરિયન્ટ માત્ર 14,990માં ખરીદી શકાય છે. Realme 2 Proમાં સુપર વ્યૂ 6.3 ઈંચની dewdrop સ્ક્રીન છે. સ્ક્રીનનો એસ્કેક્ટ રેશિયો 19.5:9 છે. ફોનમાં કાર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન અેલેબલ છે. સ્નેપ ડ્રેગન 660 પ્રોસસરની સાથે સાથે 3 રૅમ વેરિયન્ટ પણ છે. Realme 2 ProCEX 16 મેગાપિક્સલનો AI ડ્યુઅલ કેમેરા છે, જેમાંથી પ્રાઈમરી કેમેરામાં 16 મેગાપિક્સલ SONY IMX398 સેન્સર છે, જેનું અપાર્ચર f/1.7 છે. જ્યારે સેકેન્ડરી કેમેરા 2 મેગાપિક્સલનું છે. ફોનનો સેકેન્ડરી કેમેરા AR સ્ટીકર્સ અને પોટ્રેટ મોડ ફીચર સાથે અવેલેબલ છે. સેલ્ફી કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 16 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા છે.

tech news