Yoga Benefits : 'અનુલોમ-વિલોમ' દરરોજ 10 મિનિટ કરવાથી થશે આ લાભ

12 June, 2019 11:33 AM IST  | 

Yoga Benefits : 'અનુલોમ-વિલોમ' દરરોજ 10 મિનિટ કરવાથી થશે આ લાભ

યોગા (ફાઇલ ફોટો)

આજકાલ મહિલાઓ પોતાની હેલ્થ અને ફિટનેસને લઇને જાગૃત છએ. તેથી જ તે પોતાને ફિટ રાખવા માટે અનેક ઉપાયો અને યોગ કરતી હોય છે. તેમ જ તેની શોધ પણ કરતી રહે છે., જો તમે પોતાને ફિટ રાખવા માગો છો અને તેની માટે એવા ઉપાયોની શોધમાં છો તો અનુલોમ-વિલોમને પોતાના રોજિંદા જીવનમાં સ્થાન આપવું જરૂરી છે. હા ખરેખર, અનુલોમ-વિલોમ પ્રાણાયમ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રાણાયમ છે, જે મહિલાઓના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ યોગાસન રોજે 10 મિનિટ કરવાથી તમારું આરોગ્ય સુધરે છે. સૌથી મહત્વની બાબત એ છે કે અનુલોમ-વિલોમ કરવાની રીત પણ સરળ છે. અને આ દરેક ઉંમરના વ્યક્તિ સરળતાથી કરી શકે છે. આનાથી શ્વાસ લેવાની પ્રક્રિયામાં સુધારો થાય છે, વજન ઘટે છે અને ચહેરો ચમકદાર બને છે. બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ પોતાને ફિટ રાખવા માટે રોજે 10 મિનિટ અનુલોમ-વિલોમ કરે છે. જોકે ઘણી મહિલાઓને એવું લાગે છે કે બેઠા બેઠા કરવામાં આવતાં આ યોગથી આટલા ફાયદા કેવી રીતે શક્ય છે. પણ આ હકીકત છે અને જો વિશ્વાસ ન હોય તો તમે પોતે આ કરીને જોઇ શકો છો.

અનુલોમ-વિલોમ કરવાની પદ્ધતિ

અનુલોમ-વિલોમ યોગ કરવા માટે એક શાંત જગ્યાએ બેસી જવું.
પછી જમણાં હાથના અંગૂઠાથી જમણા નસકોરાંને બંધ કરવું.
પછી ડાબી બાજુના નસકોરાંથી શ્વાસ અંદર લેવો.
હવે આંગળીઓથી જમણી તરફનો નસકોરો બંધ કરી દેવો.
ત્યાર બાદ જમણા નસકોરા પરથી અંગૂઠો હટાવી દેવો અને જમણા નસકોરા મારફતે શ્વાસ બહાર કાઢવો.
પછી જમણા નસકોરાથી 4-5 ગણતરી સુધી શ્વાસ અંદર લેવો અને જમણા નસકોરાને બંધ કરીને ડાબા નસકોરાને ખોલીને 8-9 ગણતરી કરતાં શ્વાસ બહાર છોડવો.
આ પ્રાણાયમ 5થી 15 મિનિટ સુધી રોજે કરવો.
પણ શરૂઆત 5 મિનિટથી કરવી.

અનુલોમ-વિલોમ કરવાથી થતાં લાભ :

1. રોજીંદા જીવનનો તણાવ ઘટે છે અને શરીરમાં તંદૂરસ્તી અનુભવાય છે.
2. આંખનોની દ્રષ્ટિક્ષમતા વધે છે, નંબર ઘટે છે અને બ્લડ સર્ક્યુલેશનને નોર્મલ રાખે છે.
3. બ્રેન અને લંગ્સને મજબૂત રાખે છે.
4. અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.
5. હ્રદય તંદુરસ્ત રહે છે.
6. કોલ્ડ, કફ અને અસ્થમા જેવી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.
7. શરીરને ડિટૉક્સ કરે છે, જેનાથી ચહેરા પર ચમક આવે છે સ્કિન ગ્લોઇંગ બને છે.
8. ડિપ્રેશન દૂર કરવામાં મદદરૂપ થાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરે છે.
9. આને દરરોજ કરવાથી ઇમ્યૂનિટી વધે છે. જેનાથી નાની નાની બીમારીઓ થતી નથી.
10. કદાચ તમને વિશ્વાસ નહીં થાય પણ અનુલોમ વિલોમ કરવાથી વજન સંતુલિત રહે છે.

આ પણ વાંચો : મેનોપૉઝ પછી બ્રેસ્ટ-કૅન્સરનું જોખમ ટાળવા વજન ઘટાડો

અનુલોમ-વિલોમ કરતી વખતે રાખો આટલી તકેદારી

જે મહિલાઓ શારીરિક રીતે ફીટ ન હોય વીક હોય તેવી મહિલાઓએ શ્વાસ લેવા અને છોડવાની ગણતરી 4-4 રાખવી જોઇએ. ઉતાવળે અને જોરથી શ્વાસ લેવા અને શ્વાસ છોડતી વખતે આસપાસની હવામાં રહેલી ધૂળ, બેક્ટેરિયા, વાયરસ વગેરે શ્વાસ નળીમાં જઇને ઇન્ફેક્શન પેદા કરી શકે છે. આ યોગ ખૂબ જ ઉતાવળે કરવાથી સાવધાન રહેવું જોઇએ. આ પ્રાણાયમને બગીચામાં અથવા ખુલ્લા સ્થળે કરવું જોઇએ. જેનાથી તમે શક્ય તેટલું વધારે ઑક્સિજન મળી શકે.

health tips yoga international yoga day