World Autism Awareness Day:ઑટિઝ્મ અવેરનેસ ડે પર જાણો આ બીમારી વિશે બધુ

02 April, 2022 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માતા-પિતાને બાળકોમાં ઑટિઝ્મના લક્ષણો વિશે ખબર હોવી જોઈએ. આજે અહીં જાણો ઑટિઝ્મના લક્ષણો (Autism Symptoms), કારણો અને ઉપાયો (Autism Causes) વિશે....

પ્રતીકાત્મક તસવીર

આપણા શરીરના મહત્વના ભાગોમાંનું એક છે આપણું બ્રેઇન એટલે મગજ. જ્યારે મગજમાં રહેતા જીન અને સેલ્સમાં ગરબડ થાય છે તો ઑટિઝ્મની બીમારી થઈ શકે છે.અનેક કારણો થકી બાળકોના મગજનો વિકાસ રૂંધાઈ શકે છે. એવામાં માતા-પિતાને બાળકોમાં ઑટિઝ્મના લક્ષણો વિશે ખબર હોવી જોઈએ. આજે અહીં જાણો ઑટિઝ્મના લક્ષણો (Autism Symptoms), કારણો અને ઉપાયો (Autism Causes) વિશે....

જાણો શું છે ઑટિઝ્મ (What is Autism)
જે બાળકને આ સમસ્યા હોય છે તેનું મગજ અન્ય બાળકોની તુલનામાં ઓછું કામ કરે છે. એવામાં આ બાળકોનું વ્યવહાર, વિચારવાની અને સમજવાની ક્ષમતા, સાંભળવાની ક્ષમતા વગેરે પર નકારાત્મક પ્રભાવ પડે છે. જણાવવાનું કે ઑટિઝ્મ ત્રણ પ્રકારના હોય છે. અસ્પેર્ગેર સિંડ્રોમ, પરવેસિવ ડેવલપમેન્ટ, ક્લાસિક ઑટિઝ્મ, આ ત્રણ ઑટિઝ્મના પ્રકાર છે. જ્યારે કોઈ બાળકને ઑટિઝ્મની સમસ્યા થાય છે તો તેનો વ્યવહાર ગુસ્સાવાળું હોય છે અને તે દર વખતે અશાંત રહે છે. આ લોકોને બીજાની ભાવનાઓ સમજાતી નથી. આના લક્ષણોની ખબર શરૂઆતમાં પાડી શકાય તો સારવાર સમયસર શરૂ થઈ શકે છે. એવામાં જાણો ઑટિઝ્મના લક્ષણો...

ઑટિઝ્મના લક્ષણો (Autism Symptoms)
સામાન્ય રીતે જન્મના 12થી 18 અઠવાડિયા પછી ઑટિઝ્મના લક્ષણો દેખાવાના શરૂ થઈ જાય છે. તો કેટલાક કેસ એવા પણ છે જ્યાં આ લક્ષણો પહેલા પણ દેખાઈ શકે છે. એવામાં આ બીમારી આજીવન બાળકોના જીવનને પ્રભાવિત કરી શકે છે.

આંખમાં આંખ ભેરવી વાત ન કરી શકવી
બોલવામાં તકલીફ થવી
શબ્દોનો પ્રયોગ ન કરીને માત્ર બડબડ કરવી
એકાંતમાં રહેવું
અન્ય કોઈની સાથે મળવામાં મુશ્કેલી અનુભવવી

ઑટિઝ્મના કારણો (Autism Causes)
અનુવાંશિક 
લેટ પ્રેગ્નેન્સી પ્લાન કરવી
પ્રીમેચ્યોર ડિલીવરી
લો બર્થ વેઇટ સાથે જન્મ
ટ્યૂબરસ સ્ક્લેરોસિસની મુશ્કેલી

ઑટિઝ્મથી બચાવ (Autism Precautions)
માતા-પિતાએ લેટ પ્રેગ્નેન્સીથી બચવું જોઈએ, આથી અલગ બેબી પ્લાન કરતા પહેલા જરૂરી ટેસ્ટ અને મેડિકલ હિસ્ટ્રી જાણી લેવી જોઈએ. પ્રેગ્નેન્સી દરમિયાન યોગ્ય ડાએટ, હેલ્દી લાઇફસ્ટાઈલ અને સમયાંતરે ડૉક્ટરનો સંપર્ક આ સમસ્યાથી બચાવી શકે છે.

international news health tips