લોંગ લાસ્ટિંગ સ્પ્રેની ઉત્તેજના માટે આદત પડી જાય એવું તો નહીં થાયને?

01 October, 2020 02:30 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

લોંગ લાસ્ટિંગ સ્પ્રેની ઉત્તેજના માટે આદત પડી જાય એવું તો નહીં થાયને?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૪૧ વર્ષ છે. લગ્નને બાર વર્ષ થયાં છે અને લગ્નજીવનમાં હજીયે એટલો જ ચાર્મ અનુભવીએ છીએ. અમને બન્નેને ફિઝિકલ સંબંધોમાં વિવિધ પ્રયોગો કરવા ગમે છે. જોકે હમણાંથી અમને લાગે છે કે અમને વિવિધ પોઝિશન્સની ટ્રાય કરવાનો સમય નથી મળતો. મને દસેક મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. મારા દોસ્તોને પ્રી મૅચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ છે જેના માટે તેઓ ક્યારેક દવા લે છે અને ક્યારેક સ્પ્રે વાપરે છે. તમે એક વાર જેલી લગાવવાની સલાહ આપેલી. અમારા માટે આ ત્રણમાંથી કયો વિકલ્પ ઉત્તમ રહેશે? સ્પ્રે વાપરીને સંબંધ લંબાવવાનો મારા ફ્રેન્ડનો અનુભવ છે અને તેનું કહેવું છે કે એનાથી ઘણો લાંબો સમય ચાલે છે અને ક્યારેક તો થાકી જવાય નહીં ત્યાં સુધી સ્ખલન નથી થતું. શું એ પ્રયોગ હું કરું તો મારું મારો ટાઇમિંગ સુધરે? અલબત્ત, એનો પ્રયોગ કરવાથી પછી મને હંમેશ માટે એની જરૂર પડે અને આદત પડી જાય એવું તો નહીં થાયને?
જવાબ- મારા મતે તમારે એકેય વિકલ્પ અપનાવવાની જરૂર નથી. જો શીઘ્રસ્ખલનની સમસ્યા ન હોય તો તમારે એ માટેની દવાઓ શું કામ વાપરવી છે? દવાઓ હંમેશાં એવા સંજોગોમાં વાપરવી જોઈએ જ્યારે તમારું શરીર કુદરતી રીતે સાથ આપી શકે એમ ન હોય. આ તમારી ભ્રમણા છે કે તમે થાકી જાઓ ત્યાં સુધી સમાગમ ચાલે તો એનાથી વધુ આનંદ આવે.
શીઘ્રસ્ખલન માટેના સ્પ્રે કે ઈવન ઝાયલોકૅન જેલી લગાવવાથી ચરમસીમા લંબાય છે, પણ એક વાત સમજવી જરૂરી છે કે એમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ જ ગુણ નથી હોતા. હકીકતમાં એનાથી સંવેદના બુઠ્ઠી થઈ જાય છે. સંવેદના ઘટવાને કારણે સમાગમ લાંબો ચાલ્યો હોવા છતાં આનંદ બેવડાતો નથી. તમે આનંદ મેળવવા માટે અને પ્રયોગો કરવા માટે થઈને સંભોગ લાંબો ચાલે એવું ઇચ્છો છો, પણ સ્પ્રેને કારણે ઊલટું જ થશે. સમાગમ લાંબો ચાલશે, પણ સંવેદના ઘટી જવાથી સ્પર્શ અને ઘર્ષણનો આનંદ પણ ઘટી જશે.
તમે જે આનંદ મેળવવા આ ચીજો વાપરવા પ્રેરાયા છો એ આનંદ ચીજોના વપરાશ પછી મળવાનો નથી.

dr ravi kothari