જ્યારે ઈલેક્ટ્રીક ગેઝેટ્સના કારણે બચ્યો જીવ

15 July, 2019 04:13 PM IST  | 

જ્યારે ઈલેક્ટ્રીક ગેઝેટ્સના કારણે બચ્યો જીવ

ઈલેક્ટ્રીક ગેઝેટ્સના કારણે બચ્યો જીવ

ઈલેક્ટ્રીક ગેજેટ્સ એક રીતે જીવનની શાંતિ છીનવી રહ્યાં છે. આજકાલ ગેજેટ્સના કારણે લોકો એકબીજાથી દૂર થતા ગયા છે ત્યારે બીજી બાજુ આધુનિક જીવનમાં રક્ષકની પણ ભૂમિકા ભજવતા રહ્યા છે. કેટલીક કંપનીઓ હવે એ રીતના ગેજેટ્સ બનાવે છે જે તમને તમારી હાર્ટબિટ્સ વધવા અને અસામાન્ય સ્થિતિ થવા જેવા તમામ માહિતીઓ આપણને આપતા રહે છે.

હાલમાં જ માન્સેસ્ટરમાં એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 22 વર્ષના વિદ્યાર્થીનો જીવ સ્માર્ટ વૉચે બચાવ્યો હતો. આ વિદ્યાર્થી જ્યારે આરામ કરી રહ્યો હતો ત્યારે તેના હાથની સ્માર્ટ વૉચમાં એલાર્મ વાગ્યું જેનાથી તેને ખબર પડી કે તેની હાર્ટ બિટ્સ વધી રહી છે જેના કારણે તેને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ઓપરેશન કરાતા તેનો જીવ બચાવી શકાયો હતો.

22 વર્ષીય સ્ટૂડન્ટ જૉર્જ કૉક્સ પોતાના હાથમાં સ્માર્ટ વૉચ લગાવીને આરામ કરી રહ્યો હતો. મે 2019માં હાર્ટ સર્જરી બાદ તેમણે આ વૉચ પહેરવાનું તેમણે શરૂ કર્યું હતું જેમાં તેમની હાર્ટને લગતી માહિતી ડિસ્પ્લે થતી હતી. કેટલાક દિવસ પહેલા જ્યારે તે આરામ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેની હાર્ટ બિટ 130 bpm પહોંચી ગઈ હતી. જો વૉચે એલર્ટ ન આપ્યું હોત તો જૉર્જ કૉકસને ખ્યાલ આવ્યો ન હોત કે તેની હાર્ટ બિટ્સ વધી રહી છે અને તે મોતને ભેટ્યો હોત. સ્માર્ટ વૉચના કારણે જૉર્જનો જીવ બચ્યો હતો.

આ પણ વાંચો: અગ્નિ સંસ્કારની હતી તૈયારી, અર્થીમાંથી ઉભા થઈ મૃત યુવકે માગ્યું...

આ પહેલીવાર નથી જ્યારે ગેજેટ્સના કારણે કોઈનો જીવ બચ્યો હોય. આવા ઘણા કિસ્સા છે જ્યારે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના કારણે લોકોએ પોતાનો જીવ બચ્યો છે.

gadget review gujarati mid-day