થોડીક માત્રામાં બટર અનહેલ્ધી નથી, પણ બ્રેડ-બટર અનહેલ્ધી છે

08 April, 2020 06:03 PM IST  |  Mumbai | Health Bulletin

થોડીક માત્રામાં બટર અનહેલ્ધી નથી, પણ બ્રેડ-બટર અનહેલ્ધી છે

ફાઈલ તસવીર

ડાયટ-કૉન્શ્યસ લોકો માટે બટર એ વિલન છે. એવું મનાય છે કે બટર આપણા હાર્ટ માટે દુશ્મન સમાન છે. જોકે વૈજ્ઞાનિકોનું માનવું છે કે થોડુંક બટર તમારા હાર્ટ માટે ખરાબ નથી. અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે શુગર અને સ્ટાર્ચવાળી અન્ય ચીજોની સરખામણીએ અનસૉલ્ટેડ બટરની પસંદગી વધુ હેલ્ધી છે. હાર્ટની સમસ્યા ધરાવતા તેમ જ અન્ય ક્રોનિક રોગો ધરાવતા લોકોનો અભ્યાસ કરીને અમેરિકાની ટફ્ટ્સ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે થોડીક માત્રામાં બટર ખાવાનું ખરાબ નથી. ઇન ફૅક્ટ, રોજ લિમિટમાં બટર ખાવામાં આવે તો એનાથી ડાયાબિટીઝ જેવા રોગોમાં પ્રોટેક્ટિવ અસર થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અનસૉલ્ટેડ બટર કરતાં સિમ્પલ કાર્બોહાઇડ્રેટ ધરાવતી શુગર અને સ્ટાર્ચવાળી ચીજા વધુ હાનિકારક છે. જરાક સમજી લઈએ કે અનસૉલ્ટેડ બટર એટલે શું. બજારમાં જે બટર મળે છે એ પીળું હોય છે અને એ સૉલ્ટેડ હોય છે, પરંતુ હવે સફેદ રંગનું પ્રિઝર્વેટિવ્સ વિનાનું અનસૉલ્ટેડ બટર પણ મળે છે એનો ઉપયોગ ખરાબ નથી, પણ જ્યારે આ બટરને બ્રેડ પર વધુપડતી માત્રામાં સ્પ્રેડ કરવામાં આવે ત્યારે એ હાનિકારક બને છે. મેંદાની બ્રેડ, બિસ્કિટ, બટાટા જેવી ચીજો સાથે આ બટર અનહેલ્ધી છે, પણ જો રિફાઇન્ડ ગ્રેનની સાથે બટર વાપરવામાં આવે અથવા તો ગ્રીન વેજિટેબલ્સની ઉપર બટર નાખવામાં આવે તો એ ડાયાબિટીઝના પ્રિવેન્શનમાં પણ હેલ્પ કરે છે.

health tips