12 June, 2024 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચોમાસું આવતાં પહેલાંની ગરમી છે અને એક વાર વરસાદ શરૂ થશે એ પછીથી ફૂડબૉર્ન બીમારીઓનું જોખમ પણ વધશે. આ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ આગોતરી ગાઇડલાઇન બહાર પાડી છે. WHOના આંકડા મુજબ દર વર્ષે કન્ટામિનેટેડ ખોરાક ખાઈને ૬૦ કરોડ લોકો માંદા પડે છે અને લગભગ ૪,૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. આવા ખોરાકજન્ય રોગોને કારણે આવતી માંદગી નિવારવી હોય તો ગોલ્ડન રૂલ એ છે કે ખોરાક રાંધ્યા પછી એને રાખી મૂકવાને બદલે ગરમાગરમ જ ખાઈ લેવો. WHOના ડૉ. ચૅટરજીનું કહેવું છે કે ચોમાસાની સીઝનમાં રાંધેલો ખોરાક જેવો રૂમ-ટેમ્પરેચર પર આવે કે તરત એમાં બૅક્ટેરિયલ ગ્રોથ થવાનું શરૂ થઈ જાય છે. તરત ખાઈ લેવાથી માત્ર સેફ્ટી જ વધે છે એવું નથી, એનાથી પોષક તત્ત્વોનું શોષણ પણ શરીરમાં સારું થાય છે.’