Seasonal Health: સતત વધતા વજનથી છો પરેશાન, તો પીઓ આ ફળનો રસ

22 June, 2022 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉચ્ચ પોષક તત્વો અને એન્ટીઑક્સિડેન્ટથી ભરપૂર હોવાને કારણે આ ફળને `સૂપરફૂડ` પણ કહેવામાં આવે છે. જાણો, તમારી વેઇટ લૉસ જર્નીમાં ક્રેનબેરીઝ કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

સતત વધતા વજન પર કાબૂ મેળવવો કોઈ પડકારથી ઓછું નથી. કારણકે જેટલી સરળતાથી અને ઝડપથી વધે છે તેટલું જ મુશ્કેલ હોય છે આને ઘટાડવો. લોકો કેટ-કેટલીય રીત અપનાવે છે પણ તેમ છતાં ખૂબ જ ઓછો અંતર તેમને જોવા મળતો હોય છે. એવામાં અનેકવાર નેચરલ રીત કામ કરી જતી હોય છે. ક્રેનબેરી જ્યૂસ વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. ભારતના અનેક રાજ્યો અને હિમાલયના ક્ષેત્રોમાંથી મળી આવતી ક્રેનબેરીઝ ખૂબ જ સ્વાદિષ્ટ અને લાભદાયક હોય છે. આ આકારમાં ખૂબ નાની અને જોવામાં સામાન્ય ગુલાબી કલરની હોય છે સ્વાદમાં ખાટ્ટી-મીઠી લાગે છે. ઉચ્ચ પોષક તત્વો અને એન્ટીઑક્સિડેન્ટથી ભરપૂર હોવાને કારણે આ ફળને `સૂપરફૂડ` પણ કહેવામાં આવે છે. જાણો, તમારી વેઇટ લૉસ જર્નીમાં ક્રેનબેરીઝ કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે.

પોષક તત્વોથી સભર ક્રેનબેરીઝ
ક્રેનબેરીઝમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઑક્સિડેન્ટ્સ હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ બધા તત્વ તમારી વેઇટ લૉસ જર્નીમાં તમને થાક અને નબળાઈથી દૂર રાખે છે.

ફાઇબરનો ભરપૂર જથ્થો
ક્રેનબેરીઝમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેને ખાવાથી વારંવાર ભૂખ નથી લાગતી અને પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. આ માટે તમે ક્રેનબેરીઝને આખી પણ ખાઈ શકો છો અથવા આનો જ્યૂસ પણ કાઢીને પી શકો છો.

એન્ટી-ઑક્સિડેન્ટથી ભરપૂર
ક્રેનબેરીઝમાં એન્ટીઑક્સિડેન્ટ્સની માત્રા પણ ભરપૂર હોય છે અને આ શરીરમાંથી ખરાબ ટૉક્સિન્સ બહાર કાઢે છે જેથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

થાય છે અનેક ફાયદા
વજન ઘટાડવાની સાથે-સાથે ક્રેનબેરીઝ સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ આપે છે. હ્રદય સંબંધિત બીમારીથી લઈને કિડની સ્ટોન અને યૂટીઆઇ જેવી ગંભીર સમસ્યાઓમાં પણ ક્રેનબેરીઝનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે.

health tips