તે જ દિવસે ડિલિવરી: રોયલ ડેન્ટલ ક્લિનિક્સમાં કાયમી દાંત સાથે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ

12 April, 2022 06:33 PM IST  |  Mumbai | Partnered Content

 તમારી મૌખિક પુનર્વસન પ્રક્રિયા શરૂ કર્યા પછી થોડા જ કલાકોમાં તમે બેસાડી શકશો તમારો અમૂલ્ય દાંત  અથવા તો બ્રિજ.

રોયલ ડેન્ટલ ક્લિનિક્સમાં કાયમી દાંત સાથે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ

દંત ચિકિત્સાનું ભાવિ - સમયસર ડિલિવરી!

જ્યારે તમે તમારી મનપસંદ ઍપ્લિકેશન્સ અથવા વેબસાઇટ્સ પર "ચેકઆઉટ" બટનને ક્લિક કરો છો, ત્યારે તમને સામાન્ય રીતે વિવિધ ડિલિવરી વિકલ્પો જોવા મળે છે જેવા કે ડિલિવરી 3-5 કામકાજી દિવસમાં અથવા કદાચ તેનાથી પણ વધુ સમય દર્શાવતા વિકલ્પો. ‘રાહ જોવાનો વિકલ્પ’ તદ્દન સામાન્ય છે. પરંતુ જો કોઈ તમને તે જ દિવસે ડિલિવરીની ઑફર કરે તો? એવું તો જવલ્લે જ બને, લગભગ અશકય. જો કે ડેન્ટલ વર્લ્ડમાં, ફિક્સ્ડ ટીથ સાથે સેમ ડે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, એ તો ચમત્કાર જ ગણાય.

રોયલ ડેન્ટલ ક્લિનિક્સ, મુંબઈ ઘણા વર્ષોથી ‘એક દિવસમાં ફિક્સ્ડ ટીથ વિથ ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ’ માટે પ્રખ્યાત છે. અગાઉ આ પ્રક્રિયા 6 મહિનાથી પણ લાંબી ચાલતી પણ, રોયલ ડેન્ટલ ક્લિનિક્સ હવે આ પ્રક્રિયા 6 કલાકથી ઓછા સમયમાં અર્થાત ‘ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ વિથ ફિક્સ્ડ ટીથ’ પૂર્ણ કરે છે.

એક દિવસમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટના ફાયદા  

દાંતની સંપૂર્ણ અથવા આંશિક ગેરહાજરી આપણા જીવનની ગુણવત્તા, શરમજનક સ્થિતિમાં મૂકી દેનાર અંગત કાર્યો છતા થવા અને સૌંદર્ય પર ભારે પ્રભાવ પાડે છે, જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર પરિણામો થઇ શકે છે. જે જરૂરીયાત પ્રમાણે મૂકી અને કાઢી શકાય તેવા ડેંચર્સ, ખાસ કરીને સામાજિક સ્તરે, જે અત્યંત અગવડતાભર્યા હોય છે અને આત્મવિશ્વાસ ઘટાડે છે, તેનાથી વિપરીત માત્ર કામગીરી અને સૌંદર્યલક્ષી દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ દરદીના આત્મવિશ્વાસમાં સકારાતામ્ક પ્રભાવની દૃષ્ટિએ પણ અસંખ્ય ફાયદાઓ છે.

ટાઇટેનિયમમાં બનાવેલ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ માનવ પેશીઓ માટે જૈવ સુસંગત ધાતુ છે. આ પ્રત્યારોપણ કૃત્રિમ મૂળ –આધાર તરીકે કાર્ય કરે છે જેના પર ડેન્ટલ ક્રાઉન્સ અથવા SAPTeeth™ માં બ્રિજ મૂકવામાં આવે છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ એ, સ્વસ્થ અને હુબહુ કુદરતી દાંતોની તદ્દન નજીક છે, આ દંત પ્રત્યારોપણ તમને તમારી ઈચ્છા મુજબ જીવવા દે છે.

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ તમારા આત્મસન્માન – ગૌરવ માટે ચમત્કાર સર્જી શકે છે કેમકે તે સામાન્ય દાંત જેવા જ લાગે છે. દાંત પડી ગયો હોવાને કારણે ઘણા લોકો  હસતી વખતે શરમાતા હતા; પણ હવે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પછી તેઓ ખૂબ ખૂશ છે.  

પડદા પાછળ - એક દિવસમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ

રોયલ ડેન્ટલ ક્લિનિક્સ એક ક્રાંતિકારી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ટેકનિક ઑફર કરે છે જે માત્ર થોડા જ કલાકોમાં પડી/તૂટી ગયેલા અથવા તો સડી/ખરાબ થઇ ગયેલા દાંતને તાત્કાલિક બદલી શકે છે. બે દાયકાથી વધુ સમયથી અમારા નિષ્ણાત અને પ્રશિક્ષિત ડેન્ટલ સર્જન, પૂર્ણ દસ્તાવેજીકરણ સાથે અત્યંત સફળતાપૂર્વક આ પ્રક્રિયાઓ કરી રહ્યા છે. એક દિવસમાં પ્રત્યારોપણની આ નવીન ટેક્નિક માટે નામના મેળવી ‘ રોયલ ડેન્ટલ ક્લિનિક્સ’ ગર્વ અનુભવે છે, પરંતુ એથી વિશેષ અમને એ  બાબતનું ગૌરવ છે કે માત્ર એક દિવસનાં આ ઉપચારથી અમે અમારા દરદીઓને તેમનો ખોવાયેલો આત્મવિશ્વાસ અને જીવનની ગુણવત્તા, પુન:પ્રાપ્ત કરી આપવામાં નિમિત્ત બની રહ્યા છે.

અહીં તમારા સચોટ અને ગુણવત્તાસભર ઈલાજ માટે છે તદ્દન અદ્યતન ઉપકરણો અને ઉપચાર વખતે જગ્યાની મોકળાશ. તમારી મુલાકાત દરમિયાન, તમે અનુભવશો હુંફાળું આત્મીય વાતાવરણ અને અપેક્ષા મુજબની વ્યક્તિગત સેવાઓ."

ડૉ. ચિરાગ અરુણ ચમરિયા (ઑરલ અને મેક્સિલોફેશિયલ સર્જન)

 તો વન-ડે ઇમ્પ્લાન્ટ્સની જબરદસ્ત સિદ્ધિ શેને લીધે શક્ય બની છે?

સરળ શબ્દોમાં કહીએ તો, તે ટેકનોલૉજી અને કુશળતા, બન્ને નો સમાગમ છે જેણે ‘રોયલ ડેન્ટલ ક્લિનિક્સ’ને આગવી ઓળખ આપી છે. વિશ્વભરની અદ્યતન ટેકનોલોજી અને અદ્યતન ઉપકરણો, તેમ જ ઇન-હાઉસ ડેન્ટલ લૅબ (ઇન્ડેન્ટ લૅબોરેટરી); આ તમામનો સરવાળો એટલે એક દિવસમાં પ્રત્યારોપણનો આ ચમત્કાર. તેથી તમે અંદર દાખલ થાવ ત્યાર બાદ જ્યાં સુધી તમારું તે સુંદર સ્મિત પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી; આ એક સહિયારો પ્રયત્ન છે.

"સારી વસ્તુઓ સમય લે છે" એ કહેવત હવે રોયલ ડેન્ટલ ક્લિનિક્સ દ્વારા ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જેવી સારી વસ્તુઓ હવે માત્ર એક દિવસ લે છે.

ભલે વિશ્વાસ ન આવે પરંતુ, તેમે જે વાંચ્યું એ સાચું જ છે, સેમ ડે ડિલિવરી ઑફ ડેન્ટલ ઈમ્પ્લાન્ટ વિથ ફિક્સ્ડ ટીથ’.

 માત્ર એક જ દિવસમાં તમારા સ્મિતને જીવનભર માટે પુનઃસ્થાપિત કરો - રોયલ ડેન્ટલ ક્લિનિક્સ

 

 

health tips