માનસિક તાણથી મેળવવો છે છૂટકારો? આ છે ઉપાયો

05 June, 2019 04:29 PM IST  | 

માનસિક તાણથી મેળવવો છે છૂટકારો? આ છે ઉપાયો

તણાવમુક્ત થવું છે? તો આ છે કેટલાક સરળ ઉપાયો

જ્યારે ગુસ્સો આવે છે કે તમે તણાવ અનુભવો છો ત્યારે તમારે ઘણુંબધું કહી દેવું હોય છે પણ તે તમે કહી શકતા નથી જેને કારણે સ્થિતિ સતત તણાવગ્રસ્ત રહે છે. તો આ છે કેટલાક સરળ ઉપાયો જેની મદદથી તમારી અંદર આવેલો ગુસ્સાનો ઉભરો પણ શમી જશે અને તમે એકદમ ફ્રેશ ફીલ કરશો.

ઘણીવાર ઘરમાં કે ઑફિસમાં કોઇ પણ કામ કે પરિસ્થિતિ આપણી મરજી પ્રમાણે ન થાય ત્યારે આપણે તણાવ અને ગુસ્સો અનુભવતા હોઇએ છે. એવામાં મગજમાં આવતાં તમામ વિચારો નકારાત્મક હોય છે. તમને વધુ ગુસ્સો ત્યારે આવે છે જ્યારે પરિસ્થિતિઓ તમારા કન્ટ્રોલમાં નથી હોતી. ત્યારે તમારે કંઇક એવું કરવું હોય છે જેનાથી તમારો ગુસ્સો નીકળી શકે પણ એવું થઇ શકતું નથી. એવામાં મનમાં ભરાયેલો ગુસ્સો નીકળવો પણ ખૂબ જ જરૂરી હોય છે. એવું ન કરવાથી વ્યક્તિને તાણ અનુભવાય છે જેને કારણે તે ડિપ્રેશનમાં આવી જાય છે. તો તમને જણાવીએ કે આ કેટલીક પદ્ધતિઓ છે જેને કારણે તમે તણાવ અને ડિપ્રેશનથી છૂટકારો મેળવી શકો છો.

ઉપાય 1 : મનમાં ભરાયેલી વાતો લખી લેવી
ગુસ્સો કાઢવાનો સૌથી સારો ઉપાય છે કે જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે તમે જે કંઇ અનુભવો છો તે તરત જ એક કાગળ પર લખવાનું શરૂ કરી દો. આ તમે એમ પણ સમજી શકો છો કે તમારી પાસે એક એવી ડાયરી રાખો જેમાં તમે તમારી સાથે થયેલી 'ખોટી બાબતો'ની નોંધ રાખી શકો અથવા તમારી સાથે ગેરવર્તન કરતાં લોકોની નોંધ રાખી શકો. લખવાથી તમારા મનમાં ભરાયેલું ફ્રસ્ટ્રેશન નીકળી જશે. જો કે જ્યારે તમે પછીથી જ્યારે તે ડાયરી વાંચશો ત્યારે તે તમને હસાવશે જ.

ઉપાય 2 : મિત્રો અથવા સાથે કામ કરતાં લોકો સાથે વાત કરવી
ઘણી વાર આપણે જે વાતો કોઇને નથી કહી શકતાં તે આપણાં મિત્રો સાથે કરતાં હોઇએ છીએ. મનમાં ભરાયેલી બાબતો કાઢવાનો સૌથી સરળ ઉપાય છે તમે તમારા સૌથી ખાસ મિત્ર કે સાથે કામ કરતાં વ્યક્તિ સાથે વાત કરો અને તેને બધી વાતો જણાવો. પણ ધ્યાન રહે કે તમારો મિત્ર કે સહકર્મી તમારા પ્રત્યે વફાદાર રહેવો જોઇએ.

ઉપાય 3 : ઊંડો શ્વાસ લેવો અને ટેન્શન રિલીઝ કરવો
જ્યારે તમે ગુસ્સામાં હોવ છો ત્યારે મગજની નસોમાં તણાવ અનુભવાય છે અને ચિંતા વધારનારા હોર્મોન્સનો સ્ત્રાવ શરૂ થઇ જાય છે. આ તાણ ઘટાડવા માટે સારી રીત એ છે કે જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે ઊંડા શ્વાસ લેવા અને એક ગ્લાસ પાણી પી લેવું. જેના લીધે મગજમાં બ્લડ સર્ક્યુલેશન વધશે અને માંસપેશિયો વચ્ચેનો તણાવ ઘટશે. જેનાથી તમારો ગુસ્સો પણ જલ્દી શાંત થઇ જશે.

આ પણ વાંચો : ઘરગથ્થુ ઉપાય: બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવામાં આ ઉપાયો કરશે મદદ

ઉપાય 4 : ડાન્સ અથવા એક્સર્સાઇઝ કરવી
તમે જોયું હશે કે જ્યારે તમે ગુસ્સામાં હોવ છો ત્યારે તમારું શરીર ગરમ થવા લાગે છે. હકીકતે ગુસ્સાના ભવને કારણે શરીરમાં એક પ્રકારની ગરમી વધવા લાગે છે. આ એનર્જી રિલીઝ કરવી અનિવાર્ય હોય છે. જેની માટે તમને ગુસ્સો આવે ત્યારે ડાન્સ કરવું અથવા એક્સર્સાઇઝ કરવી. જો તમે ક્યાંય જઇ ન શકતા હોવ તો, પોતાની જ જગ્યા પર થોડાં કૂદકા મારવા. જેનાથી તમારું ટેન્શન ઘટી જશે.

health tips