હોળી 2019 : હોળીના પાક્કા કલર છોડાવવા માટે જાણો ઉપાયો

14 March, 2019 08:46 PM IST  | 

હોળી 2019 : હોળીના પાક્કા કલર છોડાવવા માટે જાણો ઉપાયો

હોળીના રંગ

હોળીનો આનંદ તે સમયે ખરાબ થઈ જાય છે જ્યારે આગલા દિવસે મોઢા પર લગાડેલો રંગ બીજા દિવસ સુધી પણ ઘણી મહેનત કરી હોવા છતાં પણ ન નીકળે. જો તમે બૉસની સામે લાલ-પીળા કલરના ચહેરા લઈ જતાં શરમાઓ છો તો આ વર્ષે એ નિશ્ચિંત થઈને તમે હોળી રમી શકો છો. તો આવો જાણીએ એવા હર્બલ ઉપાયો જેમની મદદથી તમે ચહેરા પરની રંગ તો કાઢી જ શકો છો, અને તેની સાથે જ તેના કોઈ સાઈડઈફેક્ટ્સ પણ નહીં થાય.

કાકડી (ખીરા)

તમને જાણીને અચરજ થશે કે સલાડ માટે વપરાતી કાકડી કલરથી છૂટકારો કેવી રીતે અપાવી શકે છે. કલરથી પીછો છોડાવવા માટે કાકડીના રસમાં થોડુંક ગુલાબજળ અને એક ચમચી વિનેગર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. થોડીવાર પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો. ચહેરા પરનો રંગ પણ નીકળી જશે અને સ્કીન પણ ચમકવા લાગશે.

લીંબુ

લીંબુ અને ચણાના લોટનો ઉપયોગ કરીને તમે સરળતાથી શરીર પર લાગેલા રંગને સાફ કરી શકો છો. ચહેરા પરથી રંગ કાઢવા માટે બેસનમાં લીંબુ અને દૂધ મિક્સ કરીને તેની પેસ્ટ ચહેરા પર લગાડવી. ચહેરા પર 15-2- મિનિટ સુધી પેસ્ટ રહેવા દેવી અને થોડી વાર પછી થોડા ગરમ અટલેકે નવશેકા પાણીથી મોઢું ધોઈ લેવું.

બદામ

બદામનો લોટ અને બદામના તેલનો ઉપયોગ લોકો શરીર પર લાગેલા જિદ્દી કલરને છોડાવવા માટે કરે છે. આ તેલને ચામડી પર લગાડીને હોળીના રંગને સાફ કરી શકાય છે. આ સિવાય દૂધમાં થોડોક કાચો પપૈયો, મુલતાની માટી અને થોડું બદામનું તેલ સારી રીતે મિક્સ કરી લેવું. લગભગ 30 મિનિટ પછી મોઢું સાફ પાણીથી ધોઈ લેવું.

આ પણ વાંચો : જો તમને ડાયાબિટીઝ અને બીપી હોય તો કિડની ખાસ સાચવજો

ઝિંક ઑક્સાઈડ

ચામડી પર લાગેલા ઘેરા રંગોને કાઢવા માટે બે ચમચી ઝિન્ક ઑક્સાઈડ અને બે ચમચી કેસ્ટર ઓઈલ મિક્સ કરીને તેનો લેપ બનાવવો અને આ પેસ્ટને ચહેરા પર લગાડવી. થોડીવાર પછી હલ્કા હાથે ચહેરાને ઘસીને ધોઈ લેવો. વીસ પચ્ચીસ મિન્ટ પછી સાબુથી મોઢું ધોઈ લેવું. તમારી ચામડી પર લાગેલ કલર નીકળી જશે. ધ્યાન રાખવું કે લેપ લગાડતી વખતે ચહેરાને વધુ ઘસવું નહીં.

holi