ચમકદાર ચહેરો મેળવવા માટે ક્રીમ, પાઉડર નહીં પણ રાઇના તેલનો કરો ઉપયોગ

06 June, 2019 06:55 AM IST  | 

ચમકદાર ચહેરો મેળવવા માટે ક્રીમ, પાઉડર નહીં પણ રાઇના તેલનો કરો ઉપયોગ

રાઇના તેલથી કરો ત્વચાની રક્ષા

રાઇનું તેલ ખૂબ જ લાભદાયક હોય છે. આ ખાવામાં તો હેલ્થી હોય છે તેની સાથે જ તમારી સ્કિન અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારી સ્કિન ડ્રાય છે અથવા માથાના વાળ ઉતરી રહ્યા છે તો રાઇનું તેલ કઈ રીતે તમારી ચામડી પર અને વાળ પર વાપરવું તે જાણી લો. જો તમે રાઇના તેલના ઘરગથ્થું ઉપાયો જાણી લેશો અને તેનો ઉપયોગ કરશો તો તમે બીજીવાર જાતે જ વાપરશો. રાઇનું તેલ ડ્રાય સ્કિનથી લઇને ટેન થતી ત્વચા, વાળનું રુક્ષ થવું, ફાટેલા હોઠ, અને સ્કિનના ગ્લો માટે તમને કેટલી મદદ કરી છે તે જાણો અહીં.

રાઇ તેલથી ડ્રાય સ્કિન થશે રિપેર

જો તમારી સ્કિન ડ્રાય છે તો તમે રોજ નહાતા પહેલા એક મહિના સુધી પોતાની સ્કિન પર રાઇ તેલ લગાવીને નહાવું. જ્યારે સ્કિન બરાબર થવા લાગે ત્યારે એક દિવસ છોડીને એક દિવસ રાઇનું તેલ લગાડવું, પછી અઠવાડિયામાં બે વાર અને આ રીતે રાઇનું તેલ લગાડીને નહાવું. આમ તમારી સ્કિનનું મૉઇશ્ચર જળવાઇ રહેશે અને ચામડીની ડ્રાયનેસ દૂર થશે.

ત્વચાની ટેનિંગ દૂર કરવામાં બને છે મદદરૂપ

રાઇનું તેલ નેચરલ સનસ્ક્રીનની જેમ પણ તમારી સ્કિન પર કામ કરે છે. બજારમાં વેચાતા કેમિકલથી બનેલા બ્યૂટી પ્રૉડક્ટ્સના ઉપયોગથી શક્ય છે કે તમારી સ્કિનને ફાયદો થાય પણ અને ન પણ થાય. જો કે રાઇના તેલથી તમારી ચામડી હેલ્થી રહેશે જ અને ત્વચાનો ગ્લો પણ જળવાઈ રહેશે. રાઇતેલથી સારી સનસ્ક્રીન બીજી કોઇ નથી. ઘરથી બહાર નીકળતા પહેલા થોડાંક ટીપા ચામડી પર લગાડો અને ટેનિંગના ડર વગર તડકામાં ફરો.

આ પણ વાંચો : માનસિક તાણથી મેળવવો છે છૂટકારો? આ છે ઉપાયો

હોઠ ફાટી ગયા હોય તો રાઇના તેલનો કરો ઉપયોગ
આમ તો શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યા વધુ હોય છે પણ કેટલીક મહિલાઓના હોઠ દરેક સીઝનમાં ફાટતાં હોય છે. એવામાં રાતે સૂતા પહેલા 2-3 ટીપા રાઇના તેલના લગાડવા. પછી હોઠ લિપ બામથી કવર કરી દેવા. આમ કરવાથી તમારા હોઠ સોફ્ટ થઇ જશે.

health tips