પુરુષોમાં પણ જોવા મળે છે પીએમએસ સિન્ડ્રૉમ

24 June, 2019 11:24 AM IST  | 

પુરુષોમાં પણ જોવા મળે છે પીએમએસ સિન્ડ્રૉમ

પ્રતીકાત્મક તસવીર

હેલ્થ બુલેટિન

શું તમને ખબર છે કે મહિનાના અમુક ચોક્કસ દિવસોમાં પુરુષોનો મૂડ કેમ ચેન્જ થઈ જાય છે? માસિક આવવાના થોડા દિવસ પહેલાં મહિલાઓના મૂડમાં પરિર્વતન જોવા મળે છે એવું જ શું પુરુષો સાથે થતું હશે? રિસર્ચ કહે છે કે પુરુષોમાં પણ પ્રીમેન્સ્ટ્રુએશન સિન્ડ્રૉમ જેવાં લક્ષણો જોવા મળે છે. જોકે પુરુષોના મૂડ સ્વિંગ્સને આઇએમએસ (ઇરિટેબલ મેલ સિન્ડ્રૉમ) કહે છે. આઇએમએસ અને પીએમએસનાં લક્ષણો લગભગ સરખાં હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. નૅશનલ સેન્ટર ફૉર બાયોટેક્નૉલૉજી ઇન્ફર્મેશનના અહેવાલ મુજબ મહિનાના અમુક દિવસોમાં પુરુષોના શરીરમાં હૉર્મોનની થલપાથલ વધી જાય છે. બાયોકેમિકલ ફેરફારના લીધે પુરુષોમાં હાઇપરસેન્સિટિવિટી, ફ્રસ્ટ્રેશન, ઍન્ગ્ઝાયટી અને ઍન્ગર (ગુસ્સો) જોવા મળે છે. આ સમય દરમ્યાન ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વૃદ્ધિ થવાથી મૂડ પર અસર પડે છે. કેટલાક પુરુષો અસ્વસ્થતા અને સ્ટ્રેસ અનુભવે છે. આવા સમયે પુરુષો વધુ પડતાં લાગણીશીલ બની જતા હોવાના પણ અનેક કેસ સામે આવ્યા છે.

health tips