Health Tips: જાણો પનીર કેમ કરવું જોઇએ ડાએટમાં સામેલ, શું છે લાભ-નુકસાન

06 January, 2021 08:30 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Health Tips: જાણો પનીર કેમ કરવું જોઇએ ડાએટમાં સામેલ, શું છે લાભ-નુકસાન

તસવીર સૌજન્ય જાગરણ

દૂધ સ્વાસ્થ્ય માટે જેટલું લાભકારક છે તેટલા જ દૂધમાંથી બનેલા પદાર્થ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધમાંથી બનતું પનીર ફક્ત ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે એટલું જ નહીં તે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે. પનીરમાં ભરપૂર માત્રામાં પ્રૉટીન મળે છે જે માંસપેશીઓને મજબૂત બનાવે છે. પનીરમાં વિટામીન ડી ભરપૂર માત્રામાં મળે છે જે આપણાં શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આના ઉપયોગથી કોલેસ્ટ્રૉલ અને બ્લડ પ્રેશર નૉર્મલ રહે છે. શુગરના દર્દીઓ માટે આ બેસ્ટ ડાએટ છે. આમાં રહેલા કૅલ્શિયમ, પ્રૉટિન, ફૉસ્ફોરસ, ફોલેટ જેવા ન્યૂટ્રીએન્ટ્સ પ્રેગ્નેન્ટ લેડી અને બાળકોની હેલ્થ બહેતર રાખે છે. તો અહીં જાણો પનીસથી સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થાય છે અને આના અત્યાધિક ઉપયોગથી કયા સાઇડ ઇફેક્ટ થઈ શકે છે.

પાચનને દુરુસ્ત રાખે છે પનીરઃ
પનીરમાં ડાયટ્રી ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. પનીર પાચન તંત્રને મજબૂત કરે છે.

હાડકાને મજબૂત કરે છેઃ
પનીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફોરસ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાં માટે ખૂબ જ જરૂરી છે. રોજ કાચ્ચા પનીરનું સેવન કરવાથી હાડકાંના દુઃખાવામાં રાહત મળે છે અને હાડકાં મજબૂત બને છે.

માનસિક વિકાસ કરે છેઃ
પનીરમાં ઓમેગા 3 મળે છે, જે માનસિક વિકાસમાં સહાયક બને છે.

પનીર એનર્જી આપે છેઃ
પનીરમાં એવા કેટલાય ગુણ હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પનીરથી આપણાં શરીરને તરત એનર્જી મળે છે. આ શારીરિક નબળાઇ દૂર કરે છે.

બાળકોનું શારીરિક વિકાસ કરે છેઃ
પનીરના સેવનથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં સહાયતા મળે છે.

દાંતને મજબૂત બનાવે છેઃ
પનીર કૅલ્શિયમનો એક સારો સ્ત્રોત છે, આથી હાડકાં અને દાંત મજબૂત થાય છે.

વજન કન્ટ્રૉલ કરે છેઃ
જે લોકોએ વજન ઘટાડવું છે તેમની માટે પનીર ખૂબ જ ફાયદાકારક છે. આ ભૂખને શાંત કરે છે વજન કન્ટ્રૉલ રાખે છે.

પનીરના સાઇડ ઇફેક્ટઃ
પનીર જો સંતુલિત માત્રામાં ખાવામાં આવે તો તે ફાયદાકારક છે, પણ જો વધારે ફેટવાળું વધારે પનીર ખાવામાં આવે તો નુકસાન પણ કરી શકે છે.

કૉલેસ્ટ્રૉલ વધારે છે પનીરઃ
પનીર પ્રૉટીન અને કૅલ્શિયમનો સારો સ્ત્રોત છે, પણ વધારે પનીર ખાવાથી કૉલેસ્ટ્રૉલ લેવલ વધી જાય છે. આ માટે જાણકારોની માનીએ તો પનીરનું સેવન ઓછી માત્રામાં કરવાનું સેહત માટે સારું છે.

ફૅટ વધારે છેઃ
પનીર જરૂરથી વધારે માત્રામાં ખાવાથી શરીરમાં ફૅટ વધી જાય છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.

બૅક્ટેરિયલ ઇન્ફૅક્શન કરી શકે છેઃ
જો પનીર બનાવવા માટે દૂધ પાશ્ચુરાઇઝ્ડ નથી કે પનીર કાચ્ચું ખાઇ રહ્યા છો તો બૅક્ટેરિયલ ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે.

health tips mumbai food Gujarati food indian food