સુવા ભાજીનાં મૂઠિયાં

15 January, 2021 07:05 PM IST  |  Mumbai | Neha Thakkar

સુવા ભાજીનાં મૂઠિયાં

સુવા ભાજીનાં મૂઠિયાં

સામગ્રી
અડધો કપ જાડો ઘઉંનો લોટ
અડધો કપ જાડો ચોખાનો લોટ
અડધો કપ મકાઈનો લોટ
અડધો કપ ધોઈને સમારેલી સુવાની ભાજી
બે ચમચી વાટેલાં આદું-મરચાં-લસણ
સ્વાદ પ્રમાણે મીઠું
બે ચમચા દહીં
૪ ચમચા તેલ
બે ચમચા સમારેલો ગોળ
રીત
એક વાસણમાં બધા લોટ લેવા. એમાં સુવાની ભાજી સમારી કોરી કરી એમાં દહીં ,ગોળ, તેલ અને બધા મસાલા ઉમેરો.
હવે લોટ બાંધી લંબગોળ મૂઠિયાં વાળી લેવાં. પછી મૂઠિયાંને સ્ટીમ કરવા મૂકવાં. ૩૦ મિનિટમાં મૂઠિયાં સ્ટીમ થઈ જશે.
પછી એના કાપા કરી ગરમાગરમ તેલ સાથે સર્વ કરવાં.
તમે વઘારીને પણ ખાઈ શકો છો.
તો તૈયાર છે એકદમ હેલ્ધી સુવા ભાજીનાં મૂઠિયાં.

Gujarati food mumbai food indian food