12 March, 2020 02:55 PM IST | Mumbai | Dharmin Lathia
કેસર-બદામ મિલ્કશેક
સામગ્રી
☞ ૧૦૦ ગ્રામ બદામ
☞ ૧ ગ્રામ કેસર
☞ ૩૦૦ ગ્રામ ખાંડ
રીત
૧. બદામ શેકીને ઠંડી કરો. એમાં ખાંડ મિક્સ કરી મિક્સરમાં પીસી લો અને ચાળણીથી ચાળી લો. કડાઈમાં ગરમ કરી એમાં કેસર નાખી ૧ મિનિટ સુધી શેકો. કરકરું થઈ જશે એ પછી એનો પાઉડર બનાવો. ટાઇટ ડબ્બામાં ભરીને રાખી દો. ર. જ્યારે મિલ્કશેક બનાવવું હોય ત્યારે ૧ ગ્લાસ ઠંડા દૂધમાં દોઢ ચમચી મસાલો નાખીને બ્લેન્ડર ફેરવવું.