રાજસ્થાની ટેસ્ટી દાળ ઢોકળી ખાઓ, આંગળીઓ ચાટતા રહી જશો

23 February, 2019 01:42 PM IST  | 

રાજસ્થાની ટેસ્ટી દાળ ઢોકળી ખાઓ, આંગળીઓ ચાટતા રહી જશો

રાજસ્થાની દાળ ઢોકળી

રોજ-રોજ દાળ, ભાત, શાક, રોટલી ખાઈ-ખાઈને કંટાળી જવુ સ્વાભાવિક છે. એવામાં ઘણી વખત ખોરાક રાંધવામાં આવે છે, પરંતુ આપણે મનથી ખાતા નથી અને ખોરાકનો બગાડ થાય છે. બાળકોને પણ રોજને રોજ એકનો એક ખોરાક ખાવો પસંદ નથી. એવામાં બાળકો અને પરિવારના બીજા સદસ્યોને ખાવામાં બદલાવ અને હેલ્ધી અથવા ટેસ્ટી ડિશ પીરસવા માટે તમે રાજસ્થાની દાળ ઢોકળી બનાવી શકો છો. એને બનાવવું બહુ જ સરળ હોય છે અને ઓછા સમયમાં રંધાઈ જાય છે. એનો સ્વાદ પણ રોજના ભોજન કરતા અલગ હોય છે અને સ્વાસ્થય માટે પણ દાળ ઢોકળી સારી હોય છે. તો ચાલો અમે તમને જણાવીએ તમે આ સરળ રેસિપીને ઘરે કેવી રીતે બનાવી શકો છો. 

સામ્રગી

- 100 ગ્રામ અડળની દાળ
- 100 ગ્રામ લોટ
- 2 મોટી ચમચી બેસન
- 1 બારીક કાપેલુ ટામેટુ
- 2થી 3 મોટી ચમચી દેશી ઘી
- 1 ચપટી હીંગ
- 1 નાની ચમચી લાલ મરચું
- 1 નાની ચમચી હળદર પાવડર
- 1 નાની ચમચી ધાણા જીરૂં
- 1 ચમચી લાલ સૂંકા મરચાં
- 4થી 5 લીમડો
- 1 મોટી ચમચી અજમો

બનાવવાની રીત

- સૌથી પહેલા અડદની દાળને સાફ કરો અને 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દો.

- બાદ દાળને કુકરમાં નાખો અને 2 કપ પાણી નાખી સાથે 1 નાની ચમચી મીઠું નાખી એક સીટી થઈ જાય ત્યાં સુધી પકવા દો

- સીટી થઈ જાય પછી ધીમા તાપે દાળને 3થી 4 મિનિટ પર પકવા દો. બાદ ગેસ બંધ કરીને કુકરને ગેસ પરથી નીચે ઉતારીને ઢાંકણામાંથી પ્રેશર જતું રહે બાદ ઢાંકણુ ખોલવું.

- હવે લોટ લો અને એમાં 1 નાની ચમચી મીઠું, 1 નાની ચમચી ઘી અને અજમો નાખી સારી રીતે બાંધી દો. રોટલીના લોટ જેટલો જ નરમ રાખવો.

- લોટ બાંધી લીધી બાદ 10થી 15 મિનિટ માટે કપડાંથી ઢાંકીને રાખો.

- બાદ હાથ પર થોડું ઘી લગાવી લોટને ચીકણો કરી લેવો જેથી હાથમાં ચીપકે નહીં. હવે લોટનો લૂવો જઈને એક મોટી રોટલી વણી દો.

- મોટી રોટલીને ડાયમંડ શેપમાં એક ઈન્ચ મોટી કાપી લો. એવી જ રીતે ડાયમંડ શેપમાં ટૂકડાં કરી લો

- હવે એક વાસણમાં પાણી ગરમ કરો અને એમાં ઢોકળીઓને 10થી 15 મિનિટ માટે ઝડપી તાપ પર પકવા દો. ધ્યાન રાખો વચ્ચે-વચ્ચે ઢોકળીઓને હલાવતા રહો નહીં તો બધી ઢોકળીઓ ચીપકી શકે છે. બાદ પાણીથી કાઢીને દાળમાં નાખી દો.

- છેલ્લે દાળ માટે વઘાર તૈયાર કરો. એના માટે એક પેનમાં ઘી ગરમ કરો અને એમાં હીંગ, લીમડો, સૂકા લાલ મરચાં, હળદર પાવડર, ધાણા જીરૂ નાખી સારી રીતે પકવા દો. બાદ એમાં કાપેલા ટામેટા નાખો અને ટામેટા ચડી જાય બાદ તરત જ દાળ નાખી દો.

આ પણ વાંચો : મુંબઈ: બોરિવલીમાં મા અંજનીની કાળી પાંવભાજી સ્વાદ રસિયાઓ માટે જન્નત!

- તમે દાળ ઢોકળીમાં બારીક કોથમીર કાપીને એના ઉપર ગાર્નિશ કરી શકો છો અને ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ દાળ ઢોકળી પીરસી શકો છો.

indian food