ડિમ્પલ જૈનની પર્યુષણ સ્પેશ્યલ રેસિપીઃ રોટી પાતરાં અને રોટી કોન

20 August, 2020 09:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડિમ્પલ જૈનની પર્યુષણ સ્પેશ્યલ રેસિપીઃ રોટી પાતરાં અને રોટી કોન

રોટી પાતરા અને રોટી કોન

રોટી પાતરાંં

રોટી પાતરાં બનાવવા માટે તમને છ વધેલી/જૂની રોટલી, પોણો કપ બેસન, મીઠું સ્વાદઅનુસાર, બે ચમચી લાલ મરચાનો પાવડર, પા ચમચી હળદળ, એક ચમચી કસુરી મેથી, એક ચમચી સૂકવેલા કોથમિરના પત્તા, એક ચમચી ગરમ મસાલો, અડધી ચમચી અજમો, પા ચમચી હિંગ, ચારથી પાંચ ચમચી આમલીનું પાણી અને પા ચમચી સાકરની જરૂર પડશે.

જ્યારે વઘાર માટે ત્રણથી ચાર ચમચી તેલ, એક ચમચી રાઈ, અડધી ચમચી ચણાની દાળ, અડધી ચમડી અડદની દાળ, ત્રણથી ચાર સૂકા લાલ મરચાં, અડધી ચમચી લાલ મચરાનો પાવડર અને અડધી ચમચી છીણેલું કોપરું જોઈશે.

સૌથી પહેલા બેસનમાં મીઠુ, હળદળ, લાલ મરચાનો પાવડર, ગરમ મસાલો, ખાંડ, કસુરી મેથી, સુકી કોથમીર, અજમો, હિંગ, આમલીનું પાણીને મિક્સ કરીને બેટર બનાવો. આ બેટરને રોટી ઉપર લગાવો. રોટલીના ત્રણ લેયર બનાવીને રોલ કરો. 15થી 20 મિનિટ બાફવા મૂકીને તેના ટૂકડા કરો.

બીજી બાજુ તેલ ગરમ કરીને તેમાં રાઈને તતળો, તે પછી ચણાની દાળ, અડદની દાળ મિક્સ કરીને બ્રાઉન કલર થવા દો. તે પછી લાલ મરચા અને કેનો પાવડર મિક્સ કરો. મરચાનો રંગ પણ આછો બ્રાઉન થાય પછી તેમાં રોટી પાતરા મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ ગરમ કરો.

રોટી કોન

રોટી કોન બનાવવા માટે તમારે સામગ્રીમાં બે વધેલી/જૂની રોટલી, ત્રણ ચમચી ઘઉંનો લોટ, એક કપ મગદાળ, પા ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લીલા મરચાનો પાવડર, બે ચમસી કસૂરી મેથી, તમને ગમતું હોય તો સૂકી કોથમિર, અડધી ચમચી વરિયાળીનો પાવડર, એક ચમસી આમચૂર પાવડર, પા ચમસી હિંગ, અડધો કપ આમલીની ચટણી, અડધો કપ નાયલોન સેવ, સ્વાદઅનુસાર મીઠું, બે કપ તેલ જોઈશે. જો તમને તીખું બનાવવું હોય તો એક ચમસી આદુનો પાવડર અને પા ચમસી કાળા મરીનો પાવડરનો પણ ઉપયોગ કરો.

સૌપ્રથમ રોટલીના બે ટૂકડા કરો. એક ટૂકડા ઉપર ઘઉંનો લોટ ચોટાડીને કોન આકાર બનાવો. સ્ટફીંગ માટે જરાક તેલ લઈને તેમાં મગની દાળ, વરિયાળીનો પાવડર, હિંગ, કસૂરી મેથી, સૂકી કોથમિરના પત્તા, મીઠુ, લીલા મરચાનો પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર મિક્સ કરો અને ચારથી પાંચ મિનિટ પકવો. તે પછી તેને ઠંડુ થવા દો. સૌથી પહેલા મગની દાળ ઉમેરજો તે પછી બીજું બધું મિક્સ કરજો.

હવે કોનર્માં મગની દાળનું મિક્સચર ભરો. કોન બનાવીને તૈયાર રાખો. હવે એક બાઉલમાં ઘઉંનો પતલો લોટ બાંધો (ઘઉંમાં પાણી ઉમેરીને પાતળો બનાવો). તે પછી કોર્નમાં તેને મિક્સ કરીને કોર્ન તૈયાર કરો. બીજી બાજુ ગરમ તેલમાં આ કોન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.અંતે આમલીની ચટણી અને કોન ઉપર ભભરાવેલી નાયલોન સેવથી લોકો આંગળી ચાટતા રહી જશે.

Gujarati food indian food