જાણો કેવી રીતે બનાવશો પફ

20 December, 2018 09:49 AM IST  |  | Dharmin Lathia

જાણો કેવી રીતે બનાવશો પફ

ટેસ્ટી પફ

આજની વાનગી - ધર્મિન લાઠિયા

સામગ્રી

+    ૨૫૦ ગ્રામ મેંદો

+    ૩ ટેબલ-સ્પૂન તેલ તïળવા માટે

+    બે ટેબલ-સ્પૂન મલાઈ


+    ૩ ટેબલ-સ્પૂન ઘી

+    ૧/૪ ટી-સ્પૂન હળદર

+    બે ટી-સ્પૂન ગરમ મસાલો

+    બે ટી-સ્પૂન લસણની ચટણી

+    મીઠું પ્રમાણસર

+    ૩૦૦ ગ્રામ બટાકા

+    ૫૦ ગ્રામ લીલા વટાણા

+    ૧ ટી-સ્પૂન વાટેલાં આદું-મરચાં

+    ૧ ટી-સ્પૂન લાલ મરચું

+    ૪ ટેબલ-સ્પૂન કોથમીર

+    ૧ લીંબુ

+    ૧ ટેબલ-સ્પૂન ખાંડ

રીત


મેંદામાં મીઠું, તેલ અને મલાઈ નાખી પૂરી જેવો લોટ બાંધવો.

ઘીમાં મેંદો નાખી સાટો બનાવવો.

બટાકા અને વટાણા બાફી મિક્સ કરી મસાલો નાખવો.

લાલ લસણની ચટણી નાખવી.

મેંદાના લોટના લૂઆ કરવા. એના ૩ મોટા રોટલા વણી વચ્ચેથી કાપી ૬ ભાગ કરવા.

હવે ૧ ભાગ પર સાટો પાથરી એના પર બીજો ભાગ મૂકવો. ફરીથી સાટો પાથરી એના પર ત્રીજો ભાગ મૂકવો.

અડધા ભાગમાં મસાલો મૂકી બીજો ભાગ એના પર મૂકી કિનારો દબાવવી. ત્રિકોણ આકાર થશે.

બીજા ત્રણ ભાગના અને બીજા લૂઆના આ રીતે પફ તૈયાર કરવા.

તેલમાં ધીમા તાપે તળવા અથવા અવનમાં ૧૦૦ ડિગ્રીએ વીસ મિનિટ બેક કરવા.

indian food