મુંબઈ: બોરિવલીમાં મા અંજનીની કાળી પાંવભાજી સ્વાદ રસિયાઓ માટે જન્નત!

21 February, 2019 03:47 PM IST  |  મુંબઈ

મુંબઈ: બોરિવલીમાં મા અંજનીની કાળી પાંવભાજી સ્વાદ રસિયાઓ માટે જન્નત!

મા અંજનીની કાળી પાંવભાજી

ખાણી-પીણીની એકદમ શોખીન પ્રજા છે. ગુજરાતી વાનગીઓ તો તેઓ મનભરીને માણે જ પણ તે ઉપરાંત પાણીપુરી, પાંવભાજી, પિઝા, પાસ્તા, દાબેલી વડાપાંઉની જ્યાફત પણ શોખથી ઉડાવે. પાંવભાજી એ આમ તો તમામને ભાવતી વાનગી છે ને ઘણા પ્રકારની પાંવભાજી મળતી પણ હોય છે, જેમકે બટર પાંવભાજી, ચીઝ પાંવભાજી, ખડા મસાલા પાંવભાજી વગેરે. પણ આ વખતે વાત કરવી છે આપણે કાળી પાંવભાજીની. જી હાં, કાળી એટલે બાકાયદા કાળા રંગની પાંવભાજી અને એ ખાવી હોય તો તમારે મુંબઈ શહેરમાં પધારવું પડે.

મુંબઈના બોરિવલી વેસ્ટ વિસ્તારમાં આવેલી મા અંજની રેસ્ટોરન્ટની કાળી પાંવભાજી મુંબઈના સ્વાદ રસિયાઓમાં ભારે પ્રખ્યાત છે. ત્યારે ચાલો લઈએ એક મુલાકાત મા અંજની રેસ્ટોરન્ટની. બોરિવલીના હરિદાસ માર્ગ, શિમ્પોલી રોડ પર મા અંજની રેસ્ટોરન્ટ આવેલી છે. ત્યાં તમે એનું પાંવભાજીનું મેનુ ખોલો તો આભા બની જાવ. 15-20 પ્રકારની તો તમને એમાં પાંવભાજી જોવા મળે. દરેક પાંવભાજીમાં પાછો લાલ કે કાળી (Red/Black)નો વિકલ્પ મળે તમને.

કાળી પાંવભાજી માટે એ લોકો સ્પેશિયલ કાળો મસાલો બનાવે છે જે તેમની સિક્રેટ રેસિપી છે. તેનાથી રંગ ભલે કાળો આવે પણ સ્વાદ તો અફ્લાતૂન એકદમ. રેસ્ટોરન્ટના મેનુમાં ખડા મસાલા પાંવભાજી, ખડા મસાલા હાંડી પાંવભાજીનો પણ વિકલ્પ જોયો. અરે, એક તો હતી સુરતી સ્પેશિયલ પાંવભાજી!! સુરતના લોકોની સ્પેશિયલ પાંવભાજી પણ હોય બોલો!!

બેઝિક કાળી પાંવભાજી અહીંયા રૂ.120માં મળે છે અને તે પણ બટરથી ભરપૂર. સ્વાદ તો એનો એવો જબરદસ્ત કે તમને સમાધિ લાગે. એકદમ મસાલેદાર પાંવભાજી અને સાથે ઠંડી છાશ મળી જાય તો પૂછવાનું જ શું! જો તમે લોકો પણ પાંવભાજીના શોખીન હો અને એમાં કંઇ નવું ટ્રાય કરવા માંગતો હોવ તો મા અંજની રેસ્ટોરન્ટ તમારા માટે જ છે.

borivali mumbai