નેઇલ આર્ટ પછી હવે આવ્યો લિપ આર્ટનો ટ્રેન્ડ

16 April, 2019 12:54 PM IST  | 

નેઇલ આર્ટ પછી હવે આવ્યો લિપ આર્ટનો ટ્રેન્ડ

લિપ આર્ટ

નેઇલ આર્ટથી હવે બધી મહિલાઓ પરિચિત છે, પણ લિપ આર્ટ વિશે સાંભળ્યું છે? મિની મેકગી નામનાં આ બહેન હોઠ પર જાતજાતની ડિઝાઇન કરીને સોશ્યલ ઇશ્યુઝને ઉજાગર કરે છે. અત્યાર સુધીમાં તેમણે ૧૦૦થી વધુ ડિઝાઇન બનાવી છે. લિપ આર્ટ માટે તેઓ મૃત્યુ પામેલાં જીવજંતુના અવશેષોનો ઉપયોગ પણ કરે છે. થોડા સમય પહેલાં તેમણે મધમાખીઓને નામશેષ થતી બચાવવાનો સંદેશો પાઠવવા હોઠ પર મધપૂડો ડ્રૉ કર્યો હતો તેમ જ હોઠના એક ખૂણે મરેલી મધમાખી ચોંટાડી હતી. આ હુન્નરે મિનીને સોશ્યલ મીડિયા પર સ્ટાર બનાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૫૦,૦૦૦થી વધુ ફૉલોઅર્સ છે. તેમનું જોઈને ફૅશનેબલ યુવતીઓમાં હવે લિપ આર્ટનો ક્રેઝ વધ્યો છે. ફ્રૂટ્સ, વૉટરલૅન્ડ, ફ્લાવર, જ્યૉમેટ્રિકલ ડિઝાઇન વગેરે પૉપ્યુલર છે. કેટલીક યુવતીઓ સોશ્યલ મીડિયાની સિમ્બૉલને પણ હોઠ પર ડ્રૉ કરે છે.

આ પણ વાંચો : હાઈ હીલ્સના વિરોધમાં જપાની મહિલાઓની KuToo કૅમ્પેન

fashion beauty and the beast life and style