બ્લેકહેડ્સ રિમૂવ કરવામાં આ રીતે મદદરૂપ થશે ઈંડા

22 March, 2019 02:34 PM IST  | 

બ્લેકહેડ્સ રિમૂવ કરવામાં આ રીતે મદદરૂપ થશે ઈંડા

પ્રતીકાત્મક તસવીર

બ્લેકહેડ્સ આવતાંની સાથે જ ચહેરાની સુંદરતા જોખમાતી હોય છે. મેકઅપ કર્યા પછી પણ તમારા ચહેરા પર ઉણપ વર્તાતી હોય છે. લોકોનું ધ્યાન તમારી સુંદરતા પરથી હટીને સીધું તમારા બ્લેકહેડ્સ પર આવી જાય છે. જો તમે પણ આ તકલીફથી પરેશાન છો તો આ ઉપાયો તમને મદદરૂપ થશે બ્લેકહેડ્સથી છુટકારો મેળવવામાં.

આ કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જે બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવા માટે છે રામબાણ નુસ્ખાઓ. બ્લેકહેડ્સ રિમૂવ કરવામાં ઈંડા સૌથી વધુ ઉપયોગી હોય છે કારણ તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને પ્રોટીન તમારી સ્કિન માટે અત્યંત જરૂરી છે. ઈંડાનો સફેદ ભાગ તમારા ચહેરા પરના રિન્કલ્સ અને લાઈન્સને પણ દૂર કરે છે સાથે સાથે ચહેરા પર થયેલી ખીલથી છૂટકારો અપાવે છે. હવે આપણે વાત કરીએ કે ઈંડાનો ઉપયોગ કઈ રીતે કરવો....

મધથી બનાવો ઈંડાનો ફેસ માસ્ક

એક વાટકીમાં ઈંડાનો સફેદ ભાગ નાખવો. પછી તેમાં મધ નાખી પેસ્ટ બનાવીને ચહેરા પર બ્રશથી લગાડવી. જ્યારે આ ફેસમાસ્ક સૂકાઈ જાય ત્યારે તેને ધીરે ધીરે ખેંચીને કાઢવો. જ્યારે તમે માસ્ક કાઢશો ત્યારે તેની સાથે સાથે બ્લેકહેડ્સ પણ નીકળી જશે. જો બ્લેકહેડ્સ હાર્ડ થઈ ગયા હોય કે ખૂબ જ જૂના હોય તો આ પેસ્ટના 2-3 લેયર ચહેરા પર લગાડવા અને થોડી વધારે વાર ચહેરા પર સૂકાવા દેવું. જો બધાં બ્લેકહેડ્સ એકવારમાં ન નીકળે તો તમે બીજા દિવસે આ માસ્ક ફરી લગાવી શકો છો. આ માસ્ક લગાવીને કાઢી લીધાં પછી મોઢું પાણીથી ધોઈ લેવું.

બેકિંગ સોડા સાથે મિક્સ કરીને બનાવો ઈંડાનું માસ્ક

ઈંડાના સફેદ ભાગનો ઉપયોગ કરીને જે ફેસમાસ્ક બનાવવામાં આવે છે તે ખૂબ જ ઉપયોગી નીવડે છે. બ્લેકહેડ્સ કાઢવા માટે આ ફેસમાસ્ક બનાવવા માટે 2 ચમચી બેકિંગ સોડાને એક ઈંડાના સફેદ ભાગ સાથે મિક્સ કરીને તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ચહેરા પર લગાડીને આંગળીઓ વડે ધીમે ધીમે 5 મિનિટ સુધી મસાજ કરવી. 10 મિનિટ પછી ચહેરો સાફ પાણીથી ધોઈ લેવો.

આ પણ વાંચો : જાણો, ગરમીની સીઝનમાં ઈંડા ખાવાથી કેટલો ફાયદો થાય છે

સાકર સાથે ઈંડા મિક્સ કરીને આ રીતે બનાવો ફેસમાસ્ક

શુગરસ્ક્રબ બનાવવા માટે તમારે બે ઈંડાના સફેદ ભાગની અને એક ચમચી સાકરની જરૂર પડશે. આ બન્નેને બરાબર મિક્સ કરવું. હવે આ મિક્સ્ચર ફેસ પર અપ્લાય કરવું અને ગોળાકાર પદ્ધતિમાં ચહેરા પર મસાજ કરવું. 10 મિનિટ માટે ફેસ પર આ સ્ક્રબ રહેવા દેવું અને પછી ચહેરો પાણીથી ધોઇ લેવો.

beauty and the beast life and style fashion