શું તમે ટ્રાય કરી છે લહેજત પડી જાય એવી આ 10 ગુજરાતી મિઠાઈઓ?

01 June, 2019 04:29 PM IST  |  અમદાવાદ

શું તમે ટ્રાય કરી છે લહેજત પડી જાય એવી આ 10 ગુજરાતી મિઠાઈઓ?

શું તમે ટ્રાય કરી છે લહેજત પડી જાય એવી આ 10 ગુજરાતી મિઠાઈઓ?

તમે ક્યારેય પણ ગુજરાતીના ઘરે જાવ, તહેવાર હોય કે ન હોય તમને મિઠાઈ તો મળશે જ. શ્રીખંડથી લઈને પેંડા હોય કે હલવાસન. દરેકનો પોતાનો આગવો સ્વાદ છે.

પેંડા
દૂધ અને માવામાંથી બનતા પેંડા તમને દરેક ગુજરાતીઓના ઘરમાં અને ખાસ કરીને પ્રસંગમાં મળશે જ. રાજકોટના પેંડા સૌથી વધુ પ્રખ્યાત છે. જો કે અલગ અલગ શહેરના પેંડાનો સ્વાદ તમને અલગ અલગ લાગશે. પેંડામાં પણ કેસર પેંડા, માવાના પેંડા, બટર સ્કોચ પેંડા જેવી વેરાયટી તમને મળશે.

ઘારી

ઘારી સુરતની ખાસ વાનગી છે. સુરતીઓ મિઠાઈના ખૂબ જ શોખીન છે. અને તેમાં પણ સુકામેવાના ફીલિંગ સાથે આવતી ઘારીનો સ્વાદ તો બસ...

મોહનથાળ
મોહનથાળ એવી મિઠાઈ છે જે દરેક ગુજરાતી ઘરમાં બનતી હોય. આ વાનગી મોટાભાગે ઘરે જ બનાવવામાં આવે છે. જેમાં ઘી, ચણાનો લોટ, દૂધ, મલાઈ અને ડ્રાયફ્રુટનો ઉપયોગ કરવામાં આવે છે. અને તે જ્યારે બનીને તૈયાર થાય ત્યારે તેને ગરમ ખાવાની મજા જ અલગ છે.

બાસુંદી
ઉત્તર ભારતી રબડીનો ગુજરાતી અવતાર એટલે બાસુંદી. લગ્ન પ્રસંગમાં બાસુંદી તો હોય છે. ઉકાળી ઉકાળીને ઘાટું કરેલું દૂધ અને તેમાં કાજુ-બદામ-કેસર...બસ મોઢામાં પાણી આવી જશે..

દૂધપાક
ચોખામાંથી બનતી મિઠાઈ એટલે દૂધપાક. દૂધમાં ચોખા નાખી તેને ઉકાળી તેમાં ખાંડ, કેસર, એલચી અને ડ્રાયફ્રુટ નાખવામાં આવે છે. દૂધપાક જ્યારે બનીને તૈયાર થાય છે ત્યારે ગરમ ગરમ અને તેને એકદમ ઠંડો કરીને ખાવાની પણ મજા અલગ જ છે.

લાપસી

જો તમને એલચી ભાવતી હોય તો આ વાનગી તમારા માટે છે. આ મિઠાઈ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે કારણ કે તે ઘઉંના લોટ, ઘી અને ગોળમાંથી બને છે. અને તેનો સ્વાદ તો તમને જન્નતનો અહેસાસ કરાવશે.

હલવાસન

તસવીર સૌજન્યઃ dishesguru

હલવાસન ખંભાતની પ્રખ્યાત વાનગી છે. તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. જે ઘઉંના લોટ, કાજુ, એલચી, ખાંડમાંથી બનાવવામાં આવે છે. અને તેનો સ્વાદ અનેરો હોય છે.

ઘુઘરા
દીવાળી પર દરેક ગુજરાતી ઘરમાં બનતી મિઠાઈ એટલે ઘુઘરા. અર્ધગોળાકાર ઘુઘરામાં સ્ટફિંગ ભરી તેને તળવામાં આવે છે. ગુજરાતીઓની આ ફેવરિટ મિઠાઈ છે.

શ્રીખંડ

આમનો તો કોઈ ઓળખાણની જરૂર નહીં. આ એ વાનગી છે જે આપણા વડાપ્રધાનની પણ ફેવરિટ છે. તેમાં અનેક ફ્લેવર્સ પણ આવે છે. ખાસ કરીને ઉનાળામાં શ્રીખંડ વધુ ખવાય છે.

સુતરફેણી
ગુજરાતની આ મિઠાઈ એવી છે જે માત્ર ઘડાયેલા હાથ જ બનાવી શકે. સુતરફેણીને તમે મોઢામાં મુકો ત્યાં જ તે ઓગળી જાય છે અને તેનો સ્વાદ તમે ક્યારેય નહીં ભૂલી શકો.

gujarat Gujarati food