BHUJ: The Pride Of India, જાણો જેના પર બની રહેલી છે ફિલ્મ તે ઘટના શું છ

17 April, 2019 05:33 PM IST  |  ભુજ

BHUJ: The Pride Of India, જાણો જેના પર બની રહેલી છે ફિલ્મ તે ઘટના શું છ

મહિલાઓની બહાદુરીની યાદગિરી માટે બનાવાયું છે રક્ષક વન

તાનાજી ધ અનસંગ વૉરિયર બાદ અભિનેતા અજય દેવગણની ફિલ્મ ભૂજઃધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા હશે. અજય દેવગણે સત્તાવાર રીતે આ ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ સાથે જ ભૂજની મહિલાઓની શોર્યગાથા સિલ્વર સ્ક્રીન પર દેખાશે.

ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મની સ્ટોરી મૂળ કચ્છના માધાપરની છે. આ વાત છે 300 જેટલી મહિલાઓની જેમણે માત્ર 3 જ દિવસમાં ભારતીય એરફોર્સ માટે રન વે બનાવ્યો હતો. આ ઘટનાની યાદમાં યાદમાં કચ્છમાં સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું છે. આમ, તો 1971નું ભારત-પાક. યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું હતું પરંતુ આ 13 દિવસની શોર્યગાથાઓ અનેક છે તેમાંની એક શોર્યગાથા છે કચ્છની આ મહિલાઓની. 

વિંગ કમાન્ડર વિજય કર્ણિક

શું છે 1971ની  આ ઘટના?

 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન 3 ડિસેમ્બર 1971ના રોજ સવારે 6 વાગ્યાની આસપાસ પાકિસ્તાન તરફથી ભારતના અલગ અલગ એરબેઝ પર  હવાઈ હુમલો કરવામાં આવ્યો જેમા પઠાણકોટ, કચ્છ, જોધપુર એરબેઝ સામેલ હતા. પાકિસ્તાને બોર્ડર વિસ્તારમાં ભારતીય એરબેઝની કમર તોડવા એરબેઝના રન-વે નેસ્તોનાબુદ કર્યા હતા. આ હુમલામાં ભુજ એરપોર્ટના રન-વેને નુકસાન થયું અને તેમા ખાડા પડી ગયા હતા.

આ પણ વાંચોઃ BHUJ: THE PRIDE OF INDIA, કચ્છ મહિલાઓની શોર્યગાથા પર બનશે ફિલ્મ

 તે સમયે ભુજ એરબેઝના વિંગ કમાન્ડર વિજય કર્ણિકે ત્યાના લોકલ એડમિનિસ્ટ્રેશન પાસે મદદ માગી હતી. તે સમયે ત્યારના કલેક્ટર ગોપાલાસ્વામીએ તેમને  માનવબળ પુરુ પાડ્યું હતું. ગોપાલાસ્વામીના કહેવા અનુસાર માધાપરના ગામની મહિલાઓ થોડા જ સમયમાં ભેગી થઈ ગઈ હતી. આ મહિલાઓએ કોઈ પણ જોખમની ચિંતા કર્યા વગર જ માત્ર 3 દિવસની અંદર આ રન-વે તૈયાર કરાયો હતો.

gujarat