નવા વર્ષનું સ્વાગત કરતાં પહેલા ધ્યાનમાં લેવા જેવી મહત્વની વાતો

31 December, 2018 07:59 PM IST  | 

નવા વર્ષનું સ્વાગત કરતાં પહેલા ધ્યાનમાં લેવા જેવી મહત્વની વાતો

પ્રતીકાત્મક તસવીર

દરેક વર્ષનું સ્વાગત આપણે બીજાને ખુશી અને સંપન્નતાના શુભકામનાઓ આપીને કરતાં હોઈએ છીએ. સમૃદ્ધિનું ચિહ્ન કયું? સમૃદ્ધિનું ચિહ્ન છે મુક્તિ, હાસ્ય તથા જે કંઈ આપણી પાસે છે તેને નિર્ભિકપણે આસપાસના લોકો સાથે વહેંચવાની મનોસ્થિતિ. સમૃદ્ધિનું ચિહ્ન છે દ્રઢ વિશ્વાસ કે જે મને જોઈએ છે તે મને મળશે. 2019નું સ્વાગત પોતાની આંતરિક ખુશી સાથે કરો.

કેલેન્ડરના પાનાં ફેરવતાંની સાથે આપણે મનના પાનાં પણ ફેરવતાં જઈએ. પહેલાં આપણીમ ડાયરીઓ સ્મૃતિઓથી ભરાયેલી રહેતી. તમે જોજો કે ભવિષ્યના પાનાં વીતેલી ઘટનાઓથી ન ભરાઈ જાય. વીતી ગયેલાં સમય પાસેથી કંઈક શીખવું, કંઈક ભૂલવું અને આગળ વધવું. તમે લોભ, ઘૃણા, દ્વેષ, તથા એવા દોષોથી મુક્ત હોવ. જો મન આ બધી નકારાત્મકતાઓમાં બંધાયેલું હશે, તો તે ખુશ અને શાંત નહીં રહી શકે. તમે તમારું જીવન આનંદિતપણે નહીં વીતાવી શકો.

તમે જુઓ કે ભૂતકાળની નકારાત્મક ભાવનાઓને લીધે તમે તમારા ભૂતકાળને તમારા વર્તમાન જીવનના અનુભવને નષ્ટ કરવા ન દેતાં. ભૂતકાળને માફી આપી આગળ વધો. જો તમે તમારા ભૂતકાળને મૂકીને આગળ નહીં વધો તો તમારું ભવિષ્ય પણ દુ:ખથી ભરેલું જોવા મળશે. ગયા વર્ષે જેની સાથે ખટપટ રહી, આવનાર વર્ષમાં તેમની સાથે સુલેહ સાધી લેજો. નવા જીવનની શરૂઆતનું સંકલ્પ કરવો.

આ વખતે નવા વર્ષના આગમન પર આપણે આ પૃથ્વી પરના સૌ માટે શાંતિ તથા સંપન્નતા, સમૃદ્ધિના સંકલ્પ સાથે સૌને શુભકામનાઓ આપવી. આપણે આપણી ચારેકોર વ્યાપ્ત ઈશ્વરનો, તેના પ્રકાશનો અનુભવ કરવો જોઈએ. તમારા મનમાં તેનો અનુભવ કરવાની ઈચ્છા હોવી જોઈએ. સું તમારામાં ક્યારેય આવી ઈચ્છા જન્મી છે કે તમને ઉચ્ચતમ શાંતિની પ્રાપ્તિ થાય? સંપૂર્ણ વિશ્વ ઈશ્વરીય પ્રકાશથી વ્યાપ્ત છે. આને તમારે જાતે જ અનુભવ કરવાનો છે. ધ્યાન તથા સત્સંગમાં અમુક સમય વીતાવવો જોઈએ, જેનાથી તમારામાં મુશ્કેલીઓનો સામનો કરવા માટે આંતરિક શક્તિ વિકસિત થાય.

આ પણ વાંચો : આર્થિક રાશિ ભવિષ્યઃ લાભ કે નુક્સાન, કેવું રહેશે પહેલું સપ્તાહ?

જીવનનો ઉત્સવ ઉજવો

જ્યારે મન તણાવમુક્ત હોય છે, બુદ્ઘિ તીક્ષ્ણ હોય છે. જ્યારે મન આકાંક્ષાઓ, તથા ઈચ્છાઓથી ભરેલું હોય છે ત્યારે બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે અને જ્યારે બુદ્ધિ તથા ગ્રહણ ક્ષમતા તીક્ષ્ણ ન હોય, તો જીવન સંપૂર્ણરીતે અભિવ્યક્ત થતું નથી. નવા વિચારો આવતાં નથીતથા ક્ષમતાઓ પણ લુપ્ત થતી જાય છે. આ વિચાર સાથે તમે ઘરની બહાર પગ મૂકશો તો આ ડગ તમારા જીવનની ઘણી મુશ્કેલીઓને દૂર કરી દેશે. સરળ રહો, પ્રેમપૂર્ણ રહો. પોતાને સેવામાં વ્યસ્ત રાખો.

astrology