અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

12 July, 2026 07:14 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
બિનજરૂરી બધી બાબતોને દૂર કરો અને એવી ટેવો બનાવો જે તમારાં વ્યક્તિગત અને વ્યાવસાયિક ધ્યેયો અને આકાંક્ષાઓને ટેકો આપે. તમારી પાસે આવતી તકોનો મહત્તમ ઉપયોગ કરો અને તમારા કમ્ફર્ટ ઝોનથી આગળ વધવામાં ડરશો નહીં. તમારા દેખાવ પ્રત્યે ઑબ્સેસ્ડ થયા વિના તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કૅન્સરની શૅડોસાઇડ
કૅન્સર રાશિના જાતકો ક્યારેક ભૂતકાળ પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, ખાસ કરીને જેણે તેમને નુકસાન પહોંચાડ્યું છે અને આનાથી તેઓ મૂડી દેખાઈ શકે છે. જો તેઓ સંબંધમાં અસુરક્ષિતતા અનુભવે છે અને હેલ્ધી બાઉન્ડરી નક્કી કરવાનું શીખવાની જરૂર હોય તો તેઓ આમ કરી શકે છે. તેઓ ખૂબ જ સરળતાથી અન્ય લોકોની નબળાઈઓને પકડી શકે છે અને એનો ઉપયોગ તેમને મૅનિપ્યુલેટ કરવા માટે કરી શકે છે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

પરિસ્થિતિથી દૂર જવું એ એક વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તમારે કોઈ પ્રતિક્રિયાત્મક નિર્ણય ન લેવો જોઈએ. તમારા પૈસાનું રોકાણ કરતાં પહેલાં કોઈ પણ સંભવિત જોખમને યોગ્ય રીતે સમજો.
કરીઅર ટિપ : ગમે એવી પરિસ્થિતિ હોય એ છતાં કોઈ પણ વાટાઘાટોને વ્યાવસાયિક રીતે હાથ ધરવી જોઈએ. કોઈ વરિષ્ઠ વ્યક્તિ તમને સારી સલાહ આપી શકશે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

કોઈ પણ કાનૂની પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવો અને જરૂર પડ્યે ફૉલોઅપ કરવાનું ભૂલશો નહીં. તમારાં માતા-પિતા અથવા પરિવારના વડીલો સાથે બિનજરૂરી દલીલો કરવાનું ટાળો.
કરીઅર ટિપ : તમારા વ્યાવસાયિક નેટવર્કનો લાભ તમારા ફાયદા માટે લો. સ્વરોજગાર ધરાવતા વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓ માટે આ સકારાત્મક સમય છે.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ તમને દબાણ કરી રહ્યું હોય તો પણ ઉતાવળમાં નિર્ણયો ન લેવાનો પ્રયાસ કરો. જો તમને લાગે કે પરિસ્થિતિ યોગ્ય નથી તો તમારા અંતરનો અવાજ સાંભળો.
કરીઅર ટિપ : જેમના ગ્રાહકો અથવા પ્રોજેક્ટ વિદેશમાં છે તેમણે કાયદાકીય બાબતો અને કરારો પ્રત્યે કાળજી રાખવાની જરૂર છે. ઇન્ડસ્ટ્રીની ગૉસિપ પર ધ્યાન આપો પરંતુ એમાં ભાગ ન લો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જો કોઈની સાથે મતભેદ હોય તો શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો. તમારી પાસે શું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો, તમને શું લાગે છે એના પર નહીં.
કરીઅર ટિપ : સાથીદારો અથવા તેમના તરફથી મળેલાં આશ્વાસનો પર આધાર ન રાખવાનો પ્રયાસ કરો. જો તમે કોઈ જટિલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો જરૂરી બધી માહિતી મેળવો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કોઈ પણ નવા વિચારને વાસ્તવિક અભિગમ સાથે સર્જનાત્મક રીતે સંભાળવાની જરૂર પડશે. તમારા માટે મહત્ત્વપૂર્ણ મિત્રો માટે સમય કાઢો.
કરીઅર ટિપ : જો તમને કોઈ માહિતીની જરૂર હોય તો તમારા ઑફિસ નેટવર્કનો ઉપયોગ તમારા ફાયદા માટે કરો. ઘરેથી કામ કરતા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

ભલે તમે ખૂબ જ વ્યસ્ત હો તો પણ તમારા માટે સમય કાઢો. કોઈ વિચાર ખૂબ વ્યવહારુ ન હોઈ શકે અને તમારે એમાં ફેરફાર કરવાની જરૂર પડશે.
કરીઅર ટિપ : કોઈ પણ વારંવાર થતા કામ પર ધ્યાન આપો. નહીંતર તમે બિનજરૂરી ભૂલ કરી શકો છો. જો તમે નવા પ્રોજેક્ટ્સ અથવા ગ્રાહકો શોધી રહ્યા છો તો આ સારો સમય છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમારા સંજોગોને ધ્યાનમાં રાખીને તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનને શ્રેષ્ઠ રીતે સંતુલિત કરો. તમારા સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો.
કરીઅર ટિપ : કોઈ પણ પડકારજનક પરિસ્થિતિને તમારી કંપનીની સત્તાવાર નીતિ અનુસાર હૅન્ડલ કરો. જો પરિસ્થિતિ ખરેખર તમારા કામની ન હોય તો ગૉસિપથી દૂર રહો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તકનો મહત્તમ ઉપયોગ કરો અને કોઈ પણ પડકારોનો સામનો કરવાની તમારી ક્ષમતા પર શંકા ન કરો. તમે જે વિચારો છો એના કરતાં તમે ઘણા વધારે સક્ષમ છો.
કરીઅર ટિપ : તમારે જે ડેટાનો ઉપયોગ કરવાની જરૂર છે એને ચકાસો અને જરૂરી બાબતને વળગી રહો. જો તમને મદદની જરૂર હોય તો કોઈ સહકર્મચારી પર આધાર રાખશો નહીં.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈ પણ પડકારજનક પરિસ્થિતિને કાળજીપૂર્વક વિચારીને હૅન્ડલ કરો, તમારા અહંકારથી નહીં. દેખાવ અને ભૂતકાળમાં વધુ પડતું ફસાઈ જવાનું ટાળો.
કરીઅર ટિપ : ખાતરી કરો કે તમે કોઈ પણ વાટાઘાટો અથવા ઇન્ટરવ્યુ માટે સંપૂર્ણપણે તૈયાર છો. સ્વરોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓ તેમના નેટવર્કને વિસ્તૃત કરવા માગી શકે છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જો તમે ખરેખર કંઈક કરવા માગતા ન હો તો સરળ રસ્તો અપનાવવાનો પ્રયાસ કરવાનું ટાળો. વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખો કારણ કે અકસ્માત થવાની સંભાવના રહેશે.
કરીઅર ટિપ : જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ કારકિર્દી નિર્ણય લેવાની જરૂર હોય તો ખૂબ કાળજીપૂર્વક વિચારો. કોઈ પણ માહિતી અથવા ડેટા પર કાર્ય કરતાં પહેલાં એને બે વાર તપાસો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

પરંપરા જૂની અને અપ્રસ્તુત લાગે તો પણ અનુસરો. સિંગલ્સ એવા સ્થાનની મુલાકાતે જશે જ્યાં તેઓ ગયા નથી. તેઓ તેમના વ્યક્તિગત નેટવર્કને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી શકે છે.
કરીઅર ટીપ : સ્થિરતા પર ધ્યાન આપો. તમારી જાતને ઑફિસના ડ્રામાથી વિચલિત ન થવા દો. જેઓ આંતરરાષ્ટ્રીય ગ્રાહકો ધરાવે છે તેમણે ખાતરી કરવી જોઈએ કે કોઈ પણ ડિલિવરી સમયસર છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

ભલે ખૂબ સારું અને ઉચ્ચ કક્ષાનું લાગે તોય કોઈ પણ નવું રોકાણ કરતાં પહેલાં તમારું સંશોધન કરો. જો તમે ઠંડું મગજ રાખો તો કોઈ પણ પડકારનો સામનો કરી શકાય છે.
કરીઅર ટિપ : સહકર્મચારીનો પોતાનો એજન્ડા હોઈ શકે છે અને તમારે તેઓ જે કહે છે એને માની લેવું જોઈએ નહીં. જેમના બૉસ માઇક્રોમૅનેજ કરે છે તેમણે સમયરેખાનું પાલન કરવાની જરૂર છે.

astrologer astrology horoscope life and style lifestyle news aries taurus gemini cancer leo virgo aquarius sagittarius pisces scorpio capricorn libra